Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં ભારે વરસાદ, જૂનાગઢ-અમરેલીમાં ઝાપટાં

ગુજરાતમાં મોનસૂનનો મિજાજ : સુરેન્દ્રનગર-રાજકોટમાં રેડ એલર્ટ, જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી   સુરેન્દ્રનગર  બોટાદ  રાજકોટમાં ભારે વરસાદ  જૂનાગઢ અમરેલીમાં ઝાપટાં
Advertisement
  • ગુજરાતમાં મોનસૂનનો મિજાજ: સુરેન્દ્રનગર-રાજકોટમાં રેડ એલર્ટ, જૂનાગઢમાં 3 ઈંચ વરસાદ
  • મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: દ્વારકા-અમરેલીમાં ઝાપટાં, અરવલ્લીમાં વરસાદ
  • ગળોદરમાં 3 ઈંચ, સાવરકુંડલામાં ઝાપટાં: ગુજરાતમાં મેઘમહેર
  • સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો રૂદ્ર રાગ : રાજકોટ-બોટાદમાં ભારે વરસાદની આગાહી
  • અરવલ્લી-જૂનાગઢમાં વરસાદી માહોલ: મોડાસા-માંગરોળમાં ઝાપટાં

અમદાવાદ : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મોનસૂન ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ, દ્વારકા, અરવલ્લી અને અમરેલી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.

તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સુધી વરસાદો નોંધાયો છે. આમ રાજ્યભરમાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ હોવાનું નોંધવામાં આવ્યું છે. તો આગામી સમયમાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

જૂનાગઢ: જૂનાગઢના ગળોદરમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. માળિયા હાટીના, માંગરોળ અને આસપાસના વિસ્તારોમાં બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી.

Advertisement

દ્વારકા: ખંભાળિયા અને કલ્યાણપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, જ્યાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો.

અરવલ્લી: મેઘરજ, મોડાસા, જીતપુર અને રેલ્લાવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો.

અમરેલી: સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાં સાથે વરસાદ પડ્યો.

દ્વારકા: લાંબા વિરામ બાદ ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ...

સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ: હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો અને રહેવાસીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગીર સોમનાથ: સાર્વત્રિક વરસાદના કારણે ગીરમાં વરસાદના કારણે તાલાલા ના બાકુલા ઘણેજ ગામે નદીમાં નવા નીર આવ્યા છે. આબાખોય નામની નદીના નીર વહ્યા છે. તો તાલાલા અને માળિયા તાલુકાના બોર્ડર ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ બ્રિજ પર પાણી ફરી વળ્યા હોવાના કારણે અનેક ગામોની અવર જવર બંધ થઈ ગઈ છે.


આ પણ વાંચો- અંબાજી શક્તિપીઠ ખાતે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ : યાત્રિકો અને પ્રવાસીઓ પરેશાન

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નગર હવેલીમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક અને પરિવહનમાં અડચણો આવી શકે છે. વહીવટી તંત્રે NDRF અને SDRF ટીમોને સ્ટેન્ડબાય રાખી છે, અને ડેમના પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે અને નદીકાંઠે રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીમાં ડૂબી જવાથી 14 વર્ષના બાળકનું કરૂણ મોત

Tags :
Advertisement

.

×