Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Unjha : જીરા-વરિયાળીમાં ભેળસેળનો આરોપ : પૂર્વ MLA નારણભાઈ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને કરી રજૂઆત, કડક કાર્યવાહી માગ!

Unjha : મહેસાણાના ઉંઝામાં જીરા અને વરિયાળી જેવા મસાલાઓમાં મોટા પાયે મિલાવટના આરોપો ઉઠ્યા છે, જેનાથી સ્થાનિક વેપારીઓની વિશ્વસનિયતા ઉપર પણ પશ્ન ઉભા થયા છે. આ અંગે પૂર્વ MLA નારણભાઈ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. તેમણે મિલાવટવાળી વસ્તુઓના નાશ, કડક કાર્યવાહી અને બજાર સમિતિમાં મિલાવટ કરનારાઓના બજાર સમિતિના માઇકમાં નામ સાથે જાહેરાત કરવાની કરી માગ છે. આ રજૂઆતથી ઉંઝા માર્કેટમાં હડકંપ મચ્યો છે.
unjha    જીરા વરિયાળીમાં ભેળસેળનો આરોપ   પૂર્વ mla નારણભાઈ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને કરી રજૂઆત  કડક કાર્યવાહી માગ
Advertisement
  • Unjha માં જીરા-વરિયાળીમાં ભેળસેળ : પૂર્વ MLA નારણભાઈ પટેલે મંત્રી પાનસેરિયાને કરી રજૂઆત!
  • મસાલા બજારમાં કાળો કરોબાર : નારણભાઈની માગ, મિલાવટવાળી વસ્તુઓનો નાશ અને નામ જાહેર કરો
  • પ્રફુલભાઈ પાનસેરિયાને રજૂઆત : મહેસાણામાં જીરા મિલાવટ સામે કડક કાર્યવાહી, તપાસ શરૂ
  • ગ્રાહકોનું આરોગ્ય જોખમમાં : નારણભાઈ પટેલના આરોપ, બજારમાં માઇકથી નામ જાહેર કરવાની માગ
  • મહેસાણા મસાલા માર્કેટમાં હડકંપ : પૂર્વ MLAની રજૂઆતથી FSSAI તપાસની તૈયારી

Unjha : ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે ઉંઝામાં વરિયાળીમાં કલર કરવામાં અને વરિયાળીમાંથી નકલી જીરૂં બનાવવા માટે ભયંકર કેમિકલ વાપરવામાં આવતા હોવાની વાત કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, ઉંઝામાં મોટા પ્રમાણમાં વરિયાળીને કલર કરવામાં આવે છે, તેની સાથે-સાથે કેમિકલ થકી વરિયાળીમાંથી મોટા પ્રમાણમાં જીરૂં બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર પણ આક્ષેપ કર્યા છે. નારાયણભાઈએ કહ્યું કે, અહીં બધુ જ મિલીભગતથી કામ થઈ રહ્યું છે. 

આ ઉપરાંત નારાયણ ભાઈ પટેલે જીરામાં પાણી નાંખવાનું આરોપ લગાવતા કહ્યું કે, કેમિકલનો તો ઉપયોગ કરતાં હતા પરંતુ હવે તો દરેક મિલોમાં પાણીના ફુવારા પણ મૂકી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વિટની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે, તેના કરતાં પણ ખતરનાક કેમિલકનો ઉપયોગ ઉંઝામાં નકલી જીરૂં બનાવવામાં અને વરિયાળીને કલર કરવામાં આવી રહ્યો છે. જે માણસના સ્વાસ્થ્ય ઉપર ખતરનાક નકારાત્મક અસરો કરે છે.

Advertisement

મહેસાણાના ઉંઝામાં ( Unjha ) જીરા અને વરિયાળી જેવા મસાલાઓમાં મોટા પાયે મિલાવટના આરોપો ઉઠ્યા છે, જેનાથી સ્થાનિક વેપારીઓની વિશ્વસનિયતા ઉપર પણ પશ્ન ઉભા થયા છે. આ અંગે પૂર્વ MLA નારણભાઈ પટેલે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને રજૂઆત કરી છે. તેમણે મિલાવટવાળી વસ્તુઓના નાશ, કડક કાર્યવાહી અને બજાર સમિતિમાં મિલાવટ કરનારાઓના બજાર સમિતિના માઇકમાં નામ સાથે જાહેરાત કરવાની કરી માગ છે. આ રજૂઆતથી ઉંઝા માર્કેટમાં હડકંપ મચ્યો છે.

Advertisement

પૂર્વ MLAની રજૂઆત : Unjha માં જીરામાં ખુબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ

મહેસાણા જિલ્લો જે મસાલા વેપાર માટે પ્રખ્યાત છે, ત્યાં તાજેતરમાં જીરા અને વરિયાળીમાં કલરિંગ એજન્ટ, ખરતા ધાન્ય અને રસાયણોની મિલાવટના આરોપો સામે આવ્યા છે. પૂર્વ MLA નારણભાઈ પટેલ જે મહેસાણા જિલ્લાના વેપારીઓના સમર્થક તરીકે જાણીતા છે, તેમણે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને ગાંધીનગરમાં મળીને વિગતવાર રજૂઆત કરી. તેમણે કહ્યું, "મહેસાણાના બજારોમાં જીરા અને વરિયાળીમાં મોટા પાયે મિલાવટ થઈ રહી છે. આ મસાલાઓ દરરોજ લાખો ઘરોમાં વપરાય છે, અને મિલાવટથી લોકોનું આરોગ્ય જોખમમાં છે. FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે."

આ પણ વાંચો- Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક, ‘મેગા’ રાહત પેકેજની થઈ શકે જાહેરાત!

નારણભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું કે, મહેસાણા, ઉંઝા અને વિસનગર જેવા મુખ્ય મસાલા માર્કેટમાં આ મિલાવટનો વ્યાપ વધ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મિલાવટવાળી વસ્તુઓને જપ્ત કર્યા પછી પણ તેનો નાશ કરવામાં આવતો નથી, જેનાથી વેપારીઓ વારંવાર આ કામ કરે છે. "ખાદ્ય વિભાગની ટીમોને વધુ સક્રિય કરવા અને મિલાવટ કરનાર વેપારીઓના નામ બજાર સમિતિના માઇકમાંથી જાહેર કરવા જોઈએ, જેથી અન્ય વેપારીઓને સંદેશ મળે."

મિલાવટને બર્દાશ્ત નહીં કરીએ

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જે તાજેતરમાં કેબિનેટ વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારીઓ સંભાળે છે, તેમણે રજૂઆતને ગંભીરતાથી લીધી છે. મંત્રીએ જણાવ્યું, "મહેસાણા જિલ્લામાં મસાલા વેપાર મહત્ત્વનો છે, અને મિલાવટને બર્દાશ્ત નહીં કરીએ. તાત્કાલિક તપાસ માટે FSSAI અને ખાદ્ય વિભાગની ટીમો મોકલીશું. મિલાવટવાળી વસ્તુઓનો નાશ કરવા અને ગુનેગારો વિરુદ્ધ FIR નોંધવાની કડક પગલા ભરીશું કરીશું." મંત્રીએ વધુમાં કહ્યું કે, બજાર સમિતિઓમાં જાહેરાત અને જાગૃતિ અભિયાન પણ શરૂ કરાશે, જેથી ગ્રાહકો પણ મિલાવટથી સાવધાન રહે.

આ વર્ષે ગુજરાતમાં મસાલા મિલાવટના 250થી વધુ કેસો નોંધાયા છે, જેમાં મહેસાણા જિલ્લામાં 40 કેસો છે. તાજેતરમાં ઉંઝા માર્કેટમાંથી 500 કિલો જીરામાંથી મિલાવટવાળું માલ જપ્ત થયો હતો, જેનું મૂલ્ય 2 લાખ રૂપિયા જેટલું હતું. આ મિલાવટથી ત્વચા રોગ, પાચન સમસ્યાઓ અને લાંબા ગાળાના આરોગ્ય જોખમો વધે છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં ચિંતા વધી છે.

આ પણ વાંચો-Gandhinagar : ગુજરાતમાં રેશનિંગ હડતાળનો અંત : કમિશનમાં વધારો અને બાયોમેટ્રિકમાં છૂટથી વિતરકો કામ પર પરત

Tags :
Advertisement

.

×