કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ વિદેશી મહિલા અચ્યૂત ગોપીએ કૃષ્ણના સાક્ષાત્કાર અને ચમત્કાર વિશે જણાવ્યું...
- વિદેશી કૃષ્ણભક્ત તરીકે જાણીતા છે અચ્યૂત ગોપી
- ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે અચ્યૂત ગોપીનો સંવાદ
- આધ્યાત્મ અને ભક્તિ ગીતોથી પ્રચલિત છે અચ્યૂત ગોપી
- પોતાના ભક્તિ ગીતોને લઈને દેશ-વિદેશમાં છે પ્રચલિત
- ભારતની આદ્યાત્મિકતા અંગે અચ્યૂત ગોપીએ કર્યા વખાણ
કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ અચ્યૂત ગોપી (Achyut Gopi) કે જેઓ મુળ અમેરિકાના છે પરંતુ કૃષ્ણભક્તિ (Krishnabhakti) સાથે બાળપણથી જોડાયેલા છે અને તેઓ ગાંધીનગરમાં ગીફ્ટ સિટી ખાતે “ચલ મન વૃંદાવન” (Chal Man Vrindavan) કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેને લઈને અચ્યૂત ગોપીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
કૃષ્ણભક્ત અચ્યૂત ગોપીએ જણાવ્યું કે, હું કૃષ્ણભક્તિ સાથે એટલા માટે જોડાઈ કેમ કે હું જાણવા માંગતી હતી કે, ગોપી ખરેખર કોણ છે, અને મેં કૃષ્ણના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને કૃષ્ણભક્તિ જ મારું જીવન છે. અને હું વિદેશી તરીકે નહીં પણ કૃષ્ણની ગોપી તરીકે ઓળખાવા માગુ છું. ભગવાન કૃષ્ણની ભક્તિ જ મારુ જીવન છે, શ્રીમદ ભગવદ ગીતાના પઠનને જીવનમાં ઉતાર્યા છે. ભારતમાં સનાતન ધર્મની સત્યતા જોઈ છે. આપણે બધા કૃષ્ણના સંતાનો છીએ. હું જન્મી ત્યારે માત્ર 1 કિલોગ્રામની હતી, મારા માતા-પિતા ચિંતિત હતા અને ભગવદ ગીતાનું પઠન કરતા હતા. મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરતા હતા એટલે બાળપણથી જ મારામાં કૃષ્ણભક્તિના સંસ્કાર આવ્યા છે, મારા ઉછેર આધ્યાત્મિક પરંપરામાં થયો છે. અમે કૃષ્ણભક્તો 2019થી કૃષ્ણનું કિર્તન કરીએ છીએ.
અચ્યૂત ગોપી હાર્મોનિયમ વગાડતા જાય અને કિર્તન કરે છે
અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા અચ્યૂત ગોપી નામના વિદેશી મહિલાએ હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે અને તેઓ ભગવાન કૃષ્ણના ભક્તિપદોના ગાયન માટે ખૂબ જ જાણીતા છે. અચ્યૂત ગોપીને સાંભળવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. અચ્યૂત ગોપી આધ્યાત્મિક કન્ટેન્ટ નિર્માતા અને ગ્રેમી નોમિનેટૅડ આર્ટિસ્ટ છે. અને તેમને ભક્તિ ગીતો માટે ઢગલાબંધ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અચ્યૂત ગોપી જણાવે છે કે, તેમના જીવનનો ઉદેશ્ય છે કે, કીર્તનના માધ્યમથી ભગવાનની ભક્તિમાં લીન થઈ જવું.
અચ્યૂત ગોપી બાળપણથી કૃષ્ણ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે અને અત્યાર સુધીમાં તેમણે ભક્તિ ગીતોના અનેક કાર્યક્રમો અને કાર્યશાળાનું આયોજન કર્યું છે. હાર્મોનિયમ વગાડી ભજનો ગાતા અચ્યૂત ગોપીના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: અબુધાબીના BAPS હિન્દુ મંદિરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું