Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad ની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી

અમદાવાદની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી થઇ છે. જેમાં બીયુ વિનાની પ્રિ-સ્કૂલો સામે AMCએ કડક કાર્યવાહી કરી છે. બોપલની કિડઝી પ્રિ-સ્કૂલ કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે. તથા બોપલની એન્સીઅન્ટ સ્પ્રાઉટ પ્રિ-સ્કૂલને તાળા વાગ્યા છે. બોપલની યુરો કિડ્સ પ્રિ-સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે. તથા બોપલના જીમખાના રોડ પર આવેલી KANKIDS સીલ કરાઈ છે.
ahmedabad ની વધુ 13 પ્રિ સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી
Advertisement
  • અમદાવાદની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી
  • બીયુ વિનાની પ્રિ-સ્કૂલો સામે AMCની કડક કાર્યવાહી
  • બોપલની કિડઝી પ્રિ-સ્કૂલ કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ

અમદાવાદની વધુ 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે કાર્યવાહી થઇ છે. જેમાં બીયુ વિનાની પ્રિ-સ્કૂલો સામે AMCએ કડક કાર્યવાહી કરી છે. બોપલની કિડઝી પ્રિ-સ્કૂલ કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે. તથા બોપલની એન્સીઅન્ટ સ્પ્રાઉટ પ્રિ-સ્કૂલને તાળા વાગ્યા છે. બોપલની યુરો કિડ્સ પ્રિ-સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે. તથા બોપલના જીમખાના રોડ પર આવેલી KANKIDS સીલ કરાઈ છે.

જુહાપુરા વિસ્તારની ન્યૂ એજ સ્કૂલને પણ સીલ કરવામાં આવી

જુહાપુરા વિસ્તારની ન્યૂ એજ સ્કૂલને પણ સીલ કરવામાં આવી છે. તથા બચપન પ્લે સ્કૂલને પણ AMCના તાળા વાગ્યા અને નેશનલ સ્કૂલને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ છે. તથા જુહાપુરાની ફારૂક-એ-આઝમ સ્કૂલને AMCના ખંભાતી તાળા સાથે ફતેહવાડીની અલ તૈયબ ઇસ્લામિક ઇંગ્લિશ સ્કૂલ સીલ કરાઇ છે. સરખેજ વિસ્તારની ગુલશન-એ-મહેર સ્કૂલને સીલ કરાઈ છે. ફતેહવાડી આઝાદનગરની ફર્સ્ટ સ્ટેપ પ્રિ-સ્કૂલ પણ સીલ કરાઇ છે. મકરબા ગામની ફોર્ચ્યુન સ્કૂલ/અર્જુન સ્કૂલ પણ સીલ કરાઇ છે. તેમજ સરખેજ વિસ્તારની જામિયા સ્કૂલને AMCના તાળા વાગ્યા છે.

Advertisement

Advertisement

BU વગર ચાલી રહેલી 13 પ્રાથમિક અને પ્રિ-સ્કૂલો મળી

અમદાવાદ શહેરમાં ગેરકાયદે રીતે ચાલી રહેલી પ્રાથમિક અને પ્રી-સ્કૂલો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં BU એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન વગર ચાલી રહેલી શાળાઓ પર તાકીદે કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરી વિકાસના નિયમો અનુસાર કોઈપણ શૈક્ષણિક સંસ્થા ચલાવવા BU પરમિશન ફરજિયાત છે, છતાં ઘણાં એકમો વર્ષો સુધી નિયમોની અવગણના કરતા હોવાનું જાણવા મળ્યું હતું. AMCના દક્ષિણ–પશ્ચિમ ઝોનની ટાઉન પ્લાનિંગ ટીમે તપાસ અભિયાન ચલાવ્યું અને તપાસ દરમિયાન BU વગર ચાલી રહેલી 13 પ્રાથમિક અને પ્રિ-સ્કૂલો મળી આવી હતી.

તમામ સ્કૂલોને સ્થળ પર જ સીલ કરવામાં આવી

આ તમામ સ્કૂલોને સ્થળ પર જ સીલ કરવામાં આવી, જેથી બાળકોની સુરક્ષા, ફાયર સેફ્ટી અને બિલ્ડિંગની મજબૂતી જેવા મુદ્દાઓની ખાતરી થઈ શકે. સ્કૂલો સીલ કર્યા બાદ ઝોનલ અધિકારીઓએ માતા–પિતાને જાણ કરી અને તેમને ખાતરી આપી કે બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે. જે સ્કૂલો નિયમ મુજબ જરૂરી મંજૂરી મેળવી લેશે, તેઓને ફરીથી પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. AMCએ પણ સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આવું જ અભિયાન ચાલુ રહેશે અને જ્યાં જ્યાં BU વગર શૈક્ષણિક સંસ્થા ચાલતી હશે ત્યાં તાત્કાલિક પગલાં લેવાશે.

આ પણ વાંચો: Plane Crash: હાઈવે પર ક્રેશ લેન્ડિંગ વખતે કારથી ટકરાયું વિમાન, દુર્ઘટનાનો જુઓ Live Video

Tags :
Advertisement

.

×