અભિનેતા Allu Arjun ની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ, જાણો કેમ ?
- અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી
- ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી
- મહિલા મોત મામલો અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી
Allu Arjun Arrested For Women Death:અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
મહિલાનું થયું હતું મોત
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
અભિનેતાએ પરિવારને 25 લાખ વચન આપ્યું હતું
અલ્લુ અર્જુનની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ મામલે અભિનેતાની અહીં પૂછપરછ કરવામાં આવશે. અલ્લુ અર્જુન અને તેની ટીમે પણ મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા તેના પરિવારને પણ મળ્યો હતો. અભિનેતાએ મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની મદદ કરવાનું પણ વચન આપ્યું હતું.
આ પણ વાંચો - Google Search માં નામ જોઇ Hina Khan નું છલકાયુ દર્દ, કહ્યુ કેન્સરને કારણે...
અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો હતો
આ મહિને સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.