અભિનેતા Manoj Joshi એ મહારાષ્ટ્ર ભાષા વિવાદમાં આપ્યું મોટું નિવેદન, 'સંવિધાન કોઇપણ ભાષાથી નફરત કરતા શીખવાડતું નથી'
- Manoj Joshi એ મહારાષ્ટ્ર ભાષા વિવાદને લઇને આપ્યું નિવદેન
- વડોદરા પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું ભાષાને લઇને નિવેદન
- દેશની તમામ ભાષાનું સન્માન કરવું જોઇએ
હિન્દી અને ગુજરાતી દિગ્ગજ અભિનેતા મનોજ જોશીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. મનોજ જોષીએ વડોદરા પારૂલ યુનિવર્સિટીના નાટય મહોત્સવની પ્રેસ કોન્ફન્સમાં તેમણે મહારાષ્ટ્ર ભાષા વિવાદ સંદર્ભે મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતનું બંધારણ કોઇ પણ ભાષાથી નફરત કરતા નથી શીખવાડતું
Maharashtra માં ભાષા વિવાદને લઇ ફિલ્મ અભિનેતાનું નિવેદન
Vadodara માં Parul University માં કાર્યક્રમમાં Manoj Joshi નું નિવેદન
"કોઇપણ ભાષાથી નફરત કરવાનું સંવિધાન શીખવાડતું નથી"
"ભારતીય સંવિધાનનું દરેક લોકોએ પાલન કરવું જોઇએ" | Gujarat First#Gujarat #Vadodara #Maharashtra… pic.twitter.com/cke47ay9XF— Gujarat First (@GujaratFirst) August 12, 2025
Manoj Joshi એ ભાષાને લઇને કહી આ મોટી વાત
નોંધનીય છે કે અભિનેતા મનોજ જોશી વડોદરા પારૂલ યુનિવર્સિટીના નાટ્ય મહોત્સમાં ઉપસ્થિત રહ્યા હતા, અહીંયા પ્રેસ કોન્ફન્સમાં તેમણે મહારાષ્ટ્ર ભાષાને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે ભાષાના વિવાદ પર નિવેદન આપતા કહ્યું કે ભારતનું સંવિધાન કોઇપણ ભાષાથી નફરત કરવાનનું શીખવાડતું નથી, ભારતનું સંવિધાન કહે છે કે દેશની અખંડિતા એ સર્વોપરી છે અને તેને દરેકે પાલન કરવું જોઇએ. ભારતનું સંવિધાન ક્યારે જાતિવાદ, ભાષાવાદ, વર્ણવાદનું સમર્થન કરતું નથી. મનોજ જોશીએ વધુમાં કહ્યું હતું કે હિન્દી મારી રાજભાષા છે, તે બિંદી છે. દેશના મોટાભાગના લોકો હિન્દી સમજે છે. આપણે દેશની તમામ ભાષાનું સન્માન કરવું જોઇએ. અમારા દેશની એક આગવી ઓળખ છે,વિવિધતામાં એકતા છે. આપણી એકતા કાયમ રહે એ દરેકનું કર્તવ્ય રહેવું જોઇએ.
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાષાના વિવાદ હાલ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત બોલવાની વાતને લઇને ઉદ્વવ ઠાકરેની પાર્ટી શિવસેના અને તેમના ભાઇ રાજઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો અવારનવાર ગેર મરાઠીઓને હેરાન કરતા હોય છે. ફરજિયાત પણે મરાઠી બોલવા માટે જબરદસ્તી કરતા હોય છે. મહારાષ્ટ્રમાં ભાષાને લઇને હાલ રાજકારણ રમાઇ રહ્યું છે.
આ પણ વાંચો: Jairaj Singh Parmar : જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાઇરલ!


