Vaibhav Manwani case : સાયકો કિલરે ભાગવાનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કર્યો, જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો
- ગાંધીનગરના Vaibhav Manwani case માં મોટા સમાચાર
- સાયકો કીલર વિપુલે પોલીસ પર હુમલાનો કર્યો પ્રયાસ
- રિવોલ્વર છિનવી પોલીસ પર હુમલાનો કર્યો પ્રયાસ
- પોલીસે પણ પોતાના બચાવમાં વળતો હુમલો કર્યો
- પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ
- રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીને કેનાલ લઈ ગઈ હતી
- પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતાં આરોપીનું મોત
અડાલજ વિસ્તારમાં થયેલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. પોલીસે આજે તેને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ ગઇ હતી. આ દરમિયાન આરોપી વિપુલ પોલીસની બંદૂક લઇને ભાગ્યો હતો અને પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં સામે ફાયરિંગ કરી હતી, જેમાં તેને ગોળી વાગી હતી અને તેનું એન્કાઉન્ટરમાં મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
Vaibhav Manwani case માં સાયકો કિલર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે આ સાયકો કિલર વિપુલને રિકન્સ્ટ્રક્શન માટે કેનાલ પાસે લઈ ગઇ હતી ત્યાં તેણે પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયત્ન કરીને પોલીસ પર હુમલો કર્યો હતો તેના સ્વબચાવમાં પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા ગોળી સાયકો કિલર વિપુલને વાગી હતી.હાલ તેના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાયકો કિલર વિપુલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે અને મનવાણી હત્યા કેસમાં તેની સંડોવણી બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
રિવોલ્વર છિનવી પોલીસ પર હુમલાનો પ્રયાસ
પોલીસે કર્યું સાયકો કીલરનું એન્કાઉન્ટર!@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #PsychoKiller #Revolver #Gandhinagar #Canal #Crime #GujaratFirst pic.twitter.com/HOz2a8TJZG— Gujarat First (@GujaratFirst) September 24, 2025
Vaibhav Manwani case માં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતાં આરોપીનું મોત
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિપુલે અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કરી તેમની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી અને પોલીસ પર જ ફાયરિંગ કર્યું હતું. આ જોતા, પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સલામતી માટે પોલીસે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું. આ ઘર્ષણમાં ગોળી વાગતા વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ગઈકાલે 23 સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ, આજે 24 સપ્ટેમ્બરે, પોલીસ તેને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અંબાપુર નર્મદા કેનાલ પાસેના ઘટનાસ્થળે લઈ ગઈ હતી.
આ પણ વાંચો:Gandhinagar : ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે, અહીં જુઓ લિસ્ટ
શું હતી ઘટના?
20 સપ્ટેમ્બરની મોડીરાત્રે, ગાંધીનગરના અડાલજ પાસે અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ અને હત્યાનો એક ગંભીર બનાવ બન્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવ નામનો યુવક તેના જન્મદિવસની ઉજવણી કરવા એક યુવતી સાથે અહીં આવ્યો હતો. તે દરમિયાન, આરોપી વિપુલ પરમારે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હુમલામાં વૈભવનો મૃતદેહ તીક્ષ્ણ હથિયારના ઘા સાથે રસ્તા પરથી મળી આવ્યો હતો. તેની સાથે રહેલી યુવતી આસ્થા ગંભીર હાલતમાં મળી આવી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે. આ કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે મુખ્ય આરોપી વિપુલ પકડાયો હતો, પરંતુ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે.
આ પણ વાંચો: રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરીએ ગેરરીતિના આક્ષેપ લગાવીને આપ્યું રાજીનામું


