Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશાખાપટ્ટનમમાં ભારતનાં સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનાં નિર્માણ માટે Adani અને ગુગલ વચ્ચે ભાગીદારી

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે તેની સંયુક્ત સાહસ કંપની AdaniConneX અને ગુગલ વચ્ચે એક સીમાચિહ્ન રૂપ ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી. આ માટે 2026 થી 2030 નાં 5 વર્ષ દરમિયાન અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષીય રોકાણની ધારણા છે.
વિશાખાપટ્ટનમમાં ભારતનાં સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનાં નિર્માણ માટે adani અને ગુગલ વચ્ચે ભાગીદારી
Advertisement
  1. ભારતનાં સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનું થશે નિર્માણ
  2. વિશાખાપટ્ટનમમાં બનશે સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ
  3. આ માટે અદાણી ગ્રૂપ અને ગુગલ વચ્ચે થઈ ઐતિહાસિક ભાગીદારી
  4. AdaniConneX અને ગુગલ (Google) વચ્ચે એક સીમાચિહ્ન રૂપ ભાગીદારી

Ahmedabad : આંધ્રપ્રદેશનાં (Andhra Pradesh) વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ (India's Largest Data Centre of Google) અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે (Adani Enterprises), તેની સંયુક્ત સાહસ કંપની AdaniConneX અને ગુગલ (Google) વચ્ચે એક સીમાચિહ્ન રૂપ ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી.

આ માટે 2026 થી 2030 નાં 5 વર્ષ દરમિયાન અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષીય રોકાણની ધારણા છે, જેમાં ભારતમાં સૌથી વધુ માંગવાળા AI વર્કલોડને ચલાવવા માટે એક મજબૂત સબસી કેબલ નેટવર્ક અને સ્વચ્છ ઊર્જા દ્વારા સમર્થિત ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરીનો સમાવેશ થાય છે. તેને AdaniConneX અને Airtel સહિતની ઇકોસિસ્ટમનાં ભાગીદારો સાથે ગાઢ સહયોગથી સક્રીય અને જીવંત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો- આ ઈ-બાઈક ખરીદવા પર મળી રહ્યો છે 1 લાખ સુધીનો ફાયદો, દિવાળીની ઓફર ચૂકતા નહીં

Advertisement

AdaniConneX નાં સહયોગથી વિકસાવવામાં આવેલા ગુગલનાં AI હબનાં (Google’s AI hub) પાયાનાં સ્તંભોમાં વિશાખાપટ્ટનમમાં (Visakhapatnam) હેતુ-લક્ષી AI ડેટા સેન્ટરના માળખાનો સમાવેશ થાય છે જે ભારતની AI ક્ષમતાઓમાં પેઢીગત પરિવર્તન લાવવામાં મદદ કરવા માટે નોંધપાત્ર ગણતરી ક્ષમતા ઉમેરશે.

ભારતનાં વીજળી ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતામાં વધારો થશે

આ પ્રકલ્પ બંને કંપનીઓની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પણ મદાર રાખવા સાથે આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન, સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને અવનવી ઊર્જા સંગ્રહ પ્રણાલીઓમાં સહ-રોકાણ થાય તેનો પણ ખ્યાલ રાખશે. આ ડેટા સેન્ટરની કામગીરીને ફક્ત ટેકો જ નહીં આપે પરંતુ, ભારતનાં વીજળી ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતામાં પણ વધારો કરશે.

આ ભાગીદારી રાષ્ટ્ર નિર્માણ માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો : ગૌતમ અદાણી

અદાણી ગ્રુપનાં (Adani Group) ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપને આ ઐતિહાસિક પ્રકલ્પ માટે ગુગલ સાથે ભાગીદારી કરવાનું ગૌરવ છે જે ભારતનાં ડિજિટલ લેન્ડસ્કેપનાં ભવિષ્યને વ્યાખ્યાયિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તે ઊભરતા રાષ્ટ્રનાં આત્મામાં રોકાણ છે. આ ભાગીદારી રાષ્ટ્ર નિર્માણનાં અમારા સહિયારા દ્રષ્ટિકોણ અને 21 મી સદીનાં સંસાધનો સાથે પ્રત્યેક ભારતીયને સશક્ત અને સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વિશાખાપટ્ટનમ હવે ટેકનોલોજી માટે વૈશ્વિક સ્થળ બનવા માટે સજ્જ છે અને અમે આ ચિરસ્મરણિય સફરનાં શિલ્પી બનવા માટે રોમાંચિત છીએ.

આ પણ વાંચો- WhatsApp પર સ્ક્રિન શેરિંગનો ઓપ્શન આવ્યો, મિત્રો સાથે Live Video શેર કરો

 

View this post on Instagram

 

A post shared by Gautam Adani (@gautam.adani)

વ્યવસાયો, સંશોધકોને AI સાથે સ્કેલ કરવા સક્ષમ બનાવવા મહત્ત્વપૂર્ણ : થોમસ કુરિયન

ગુગલ ક્લાઉડનાં (Google Cloud) CEO થોમસ કુરિયને (Thomas Kurian) આ વેળા કહ્યું હતું કે, AI યુગમાં ભારતની વિશાળ સંભાવનાઓને ઊજાગર કરવા માટે અમે ગુગલ AI હબમાં રોકાણ કરી રહ્યા છીએ, જે વૃદ્ધિને વેગ આપવા સાથે વ્યવસાયો, સંશોધકો અને સર્જકોને AI સાથે નિર્માણ અને સ્કેલ કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પાયો પૂરો પાડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અદાણી (Adani Group) સાથે સહયોગ કરીને અમે અમારા અત્યાધુનિક સંસાધનોને સમુદાયો અને ગ્રાહકોની નજીક લાવીને તેમને વૈશ્વિક મંચ ઉપર નવીનતા અને વિકાસ માટે પ્રદર્શન, સુરક્ષા અને સ્કેલેબિલિટી પ્રદાન કરીશું.

આંધ્રપ્રદેશનાં (Andhra Pradesh) વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ સમગ્ર દેશમાં આ AI હબ અને કનેક્ટિવિટી ગેટવેનો વિકાસ ડિજિટલ સમાવેશકતાને સંચાલિત કરીને ટેકનોલોજી, બાંધકામ અને સ્વચ્છ ઊર્જામાં હજારો નોકરીઓનું સર્જન કરીને આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે.

આ પણ વાંચો- AI ફક્ત ફોટો અને Video બનાવવા માટે જ નથી, ઓફિસ કાર્યમાં પણ છે ખૂબ ઉપયોગી

Tags :
Advertisement

.

×