અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો
- 10,000 મેગાવોટ હાંસલ કર્યાના માત્ર ૧૫ માસમાં
- 5,000 મેગાવોટથી વધુ વીજળી પ્રવાહ ચાલુ કરાયો
અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે હવે આ ક્ષમતા ખાસ કરીને 15,539.9 મેગાવોટના નવા શિખરે પહોંચી છે. ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં ૧૧,૦૦૫.૫ મેગાવોટ સૌર, ૧,૯૭૭.૮ મેગાવોટ પવન અને ૨,૫૫૬.૬ મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. AGEL ભારતની પ્રથમ અને એકમાત્ર નવીનીકરણીય ઉર્જા કંપની છે જેણે , મુખ્યત્વે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ દ્વારા. આ સીમાચિહ્નસમાન સિદ્ધિ મેળવી છે.
તમિલનાડુના કામુથી, ખાતે 648 મેગાવોટ
આ સીમાચિહ્ન હાંસલ કરવાની ક્ષણને ગૌરવ ગણાવતા કંપનીના સી.ઇ.ઓ. આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે "15,000 MWનું સીમાચિહ્ન અમારી ટીમના અવિરત ધ્યાન અને સમર્પણનો પુરાવો છે. અમારા પ્રયોજકોના દૂરંદેશી નેતૃત્વ અને રોકાણકારો, ગ્રાહકો, ટીમ અને ભાગીદારોના અવિશ્વસનીય સમર્થન વિના આ કાર્ય શક્ય નથી, જેઓ દરેક પગલે અમારી સાથે ઉભા રહ્યા છે. નવીનીકરણીય ઉર્જામાં અદાણીને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાની શ્રી ગૌતમ અદાણીની મહત્વાકાંક્ષાથી પ્રેરિત થઈને, AGEL નવીનતા અને કાર્યકારી શ્રેષ્ઠતામાં નવા માપદંડો પ્રસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ લક્ષ્ય સિધ્ધિ સાબિત કરે છે કે સ્વચ્છ ઉર્જા અભૂતપૂર્વ સ્કેલ અને ગતિએ પહોંચાડી શકાય છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં 15,000 MW થી 50,000 MWના ઉત્પાદન સુધી વધુ ઝડપથી પહોંચવાનું અને ટકાઉ ઉર્જા માટેના ઉકેલો સાથે ભારત અને વિશ્વને ઉર્જા આપવાના અમારા મિશનમાં અડગ રહેવાનું છે."
રાજસ્થાનના જેસલમેર, ખાતે 2,140 મેગાવોટ
કંપનીનો 15,539.9 MWનો ઓપરેશનલ પોર્ટફોલિયો લગભગ 7.9 મિલિયન ઘરોને વીજળી આપી શકે છે. ઉત્પાદિત સ્વચ્છ ઉર્જા વ્યક્તિગત ૧૩ ભારતીય રાજ્યોને ઝળાહળા કરી શકવા સાથે AGELનો ઓપરેશનલ પોર્ટફોલિયો સમગ્ર ઉત્તરપૂર્વીય ક્ષેત્રને નવીનીકરણીય ઉર્જાથી વીજળી આપી શકે છે. આ સીમાચિહ્ન AGEL દ્વારા અદભૂત ગતિ અને સ્કેલ પર ભારતને સ્વચ્છ અને સસ્તી ઊર્જા પ્રદાન કરવાના 10 વર્ષ પૂર્ણ થવા સાથે તાલમેલ સાધે છે. આ પ્રકલ્પની મુખ્ય લાક્ષણિક બાબતમાં 55 મિલિયન સોલર મોડ્યુલો અને 1,177 વિન્ડ ટર્બાઇનની સ્થાપના કરવા સાથે 3,700 હરીત નોકરીઓનું સર્જન કર્યું છે.
Delighted to share that Adani Green has surpassed 15,000 MW of renewable energy capacity, marking the largest and fastest green energy build-out in India's history.
From the desert landscapes of Khavda to a proud place among the world's Top 10 Green Power Producers, this… pic.twitter.com/FWDWr5SUOm
— Gautam Adani (@gautam_adani) June 30, 2025
ગુજરાતના ખાવડા વિસ્તારમાં નિર્માણાધિન વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ પૂર્ણ થયા પછી તે તમામ ઉર્જા સ્ત્રોતોમાં ધરતી ઉપરનો સૌથી મોટો ઉર્જા પ્રકલ્પ હશે. AGEL એ અત્યાર સુધીમાં ખાવડામાં 5,355.9 મેગાવોટ નવીનીકરણીય ઉર્જાના સંગ્રહની ક્ષમતા કાર્યરત કરી છે. ખાવડામાં ઝડપી પ્રગતિ 2030 સુધીમાં 500 ગીગાવોટની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્ય પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.નો સમગ્ર ઓપરેશનલ પોર્ટફોલિયો વોટર પોઝિટિવ તરીકે પ્રમાણિત છે. AGEL ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના પર્યાવરણીય, સામાજિક અને શાસન વિષયમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 2016: વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન સોલાર પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 23: વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન હાઇબ્રિડ ક્લસ્ટર આગામી સીમાચિહ્ન: વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ


