Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Adani Power એ બાંગ્લાદેશને ભણાવ્યો પાઠ, અડધું બાંગ્લાદેશ થયું અંધકારમય

Adani Power cuts electricity supply to Bangladesh : 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી
adani power એ બાંગ્લાદેશને ભણાવ્યો પાઠ  અડધું બાંગ્લાદેશ થયું અંધકારમય
Advertisement
  • Bangladesh ના મોટાભાગના શહેરો અંધકારમાં ડૂબી ગયા
  • 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી
  • Bangladesh ના ઉર્જા સચિવને પત્ર લખીને વિનંતી કરી

Adani Power cuts electricity supply to Bangladesh : Bangladesh માં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. પૂર્વ પીએમ હસીનાની હકાલપટ્ટી બાદ Bangladesh ના હિંદુઓ સામે ક્રુરતા આચરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાનો સબક સિખવવા માટે અદાણી ગ્રુપે Bangladesh ને એવો પાઠ ભણાવ્યો છે કે, તેઓ આજીવન યાદ રાખશે. અદાણી ગ્રુપના એક પગલાથી Bangladesh ના મોટાભાગના શહેરો અંધકારમાં ડૂબી ગયા છે.

1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી

Bangladesh એ હજુ સુધી અદાણી ગ્રુપનું વીજળી બિલ ચૂકવ્યું નથી. જે બાદ અદાણી ગ્રુપ દ્વારા બાંગ્લાદેશના મોટાભાગના શહેરોમાંથી વીજળી કટ કરવામાં આવી હતી. ત્યારે બાંગ્લાદેશનો અડધો વિસ્તાર અંધકરમાં સમાય ગયો હતો. Adani Power ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Adani Power ઝારખંડ લિમિટેડ (APJL) એ $846 મિલિયનના બાકી બિલને કારણે Bangladesh ને તેના પાવર સપ્લાયમાં અડધો ઘટાડો કર્યો છે. જેના કારણે Bangladesh ના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. Bangladesh માં દિવાળીના દિવસે અને શુક્રવારની વચ્ચે રાત્રે 1,600 મેગાવોટથી વધુ વીજળીની અછત નોંધાઈ હતી. તેનું કારણ એ છે કે લગભગ 1,496 મેગાવોટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ હવે એક યુનિટમાંથી માત્ર 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Muhurat Trading: શેરબજારમાં આજે ઉજવાશે દિવાળી, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય

Bangladesh ના ઉર્જા સચિવને પત્ર લખીને વિનંતી કરી

અદાણી કંપનીએ Bangladesh ના ઉર્જા સચિવને પત્ર લખીને વિનંતી કરી હતી કે Bangladesh Power Development Board (PDB) ને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવે છે. અદાણી ગ્રૂપની કંપનીએ 27 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જો બાકી બિલ ચૂકવવામાં નહીં આવે, તો તેને 31 ઓક્ટોબરે પાવર સપ્લાય સ્થગિત કરીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ કામગીરી હાથ ધરવી પડશે. કંપનીએ કહ્યું કે PDB ન તો Bangladesh કૃષિ બેંક પાસેથી $170 મિલિયનની લોનની સુવિધા આપી છે અને ન તો $846 મિલિયનની બાકી રકમ ચૂકવી છે.

આ પણ વાંચો: Diwali: ધનતેરસે 20 હજાર કરોડનું સોનું વેચાયું, ચાંદીના વેચાણમાં પણ બંપર ઉછાળો

Tags :
Advertisement

.

×