Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના પાગલો તમે કેમ છો ? ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને પ્રણામ : પં. ધીરેન્દ્ર શાસ્ત્રી

સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું...
ગુજરાતના પાગલો તમે કેમ છો    ભક્તિના પ્રદેશ ગુજરાતની ધરતીને પ્રણામ   પં  ધીરેન્દ્ર શાસ્ત્રી
Advertisement

સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ અમરાઈવાડીના ચૌહાણ પેલેસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેવકીનંદન ઠાકુર સાથે ભોજન લીધા બાદ વટવાના શ્રીરામ મેદાનમાં દેવકીનંદન ઠાકુરની શિવ મહાપુરાણની કથામાં સંબોધન કર્યું હતું.

ભક્તિના પ્રદેશ ગુજરાતને પ્રણામ

Advertisement

પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંસ્કૃતના શ્લોકોના ઉચ્ચારણ બાદ પોતાની આગવી છટાંમાં સંબોધન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતના પાગલો તમે કેમ છો? ખુબ ખુશીનો વિષય છે શિવમહાપુરાણના વિરામના દિવસે ભક્તિના પ્રદેશ ગુજરાતમાં અમદાવાદની પાવન ધરતીમાં ભક્તિનો સાગર વહી રહ્યો છે. આવા ભક્તિના પ્રદેશ ગુજરાતને પ્રણામ.

Advertisement

ગુજરાતની પ્રજા ધન્ય છે

તેમણે ગુજરાતીઓ વિશે વાત કરતા કહ્યું કે, ગુજરાતના લોકો ખતરનાક હોય છે અને એમાં પણ અમદાવાદની વાતના પુછો. તમે ધન્ય છો. ભારતમાં હિંદુ રાષ્ટ્રનું અને ભગવાન કૃષ્ણને તેની જગ્યાએ સ્થાપિત કરવામાં તમારી (ગુજરાતી)ની ભૂમિકા મહત્વની રહેશે. ગુજરાતમાં માહોલ ગરમ છે, મારું શરીર નરમ છે.

હિંદુત્વ માટે અને કૃષ્ણ માટે જાગવાનો સમય છે

તેમણે કહ્યું કે, હિંદુત્વ માટે અને કૃષ્ણ માટે જાગવાનો સમય છે. જો અત્યારને નહી જાગીએ તો આવનારી પેઢી વિચાર કરશે. રામકથા નહી થાય ઠાકોરજીને તેના સ્થાને બેસાડવાના છે. અત્યારે ગુજરાતમાં માહોલ ગરમ છે અને મારું શરીર નરમ છે. હવે 10 દિવસ ગુજરાતમાં જ રહેવાનો છું. સનાતન વિરોધી ઓની ઠાઠડી બાળીશું. હવે 10 દિવસ ગુજરાતમાં રહેવાનો છું. બાગેશ્વર ધામ આપણાં બાપનું ઘર છે આવ્યા કરો.

સનાતની એક થઈ જાઓ

અમારા મોટા ભાઈએ જે મિશન ઉઠાવ્યું છે તેના માટે સબ સનાતની એક થઈ જાઓ. મારા ભાઈનો સાથ આપો આવા હિંદુ શેર વારંવાર ભારતમાં નથી બનતા. લડો નહી તો કંઈ નહી જે સનાતન માટે લડે છે તેની બાજુમાં ઉભા તો રહો. જ્ઞાતિઓના વાડા છોડો હિંદું એક બનો. અમદાવાદના પાગલોની જય.

આ પણ વાંચો : સનાતન ધર્મ પર સવાલ ઉઠાવનારા રાવણના ખાનદાનના : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×