Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પત્નીના ત્રાસથી કંટાળી હવે પોલીસ અધિકારીએ કરી આત્મહત્યા, લગાવ્યા ગંભીર આક્ષેપ

હુલીમાવુ પોલીસ સ્ટેશનના 33 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલે શુક્રવારે મોડી રાત્રે બાયપ્પનહલ્લીમાં ટ્રેન સામે કુદીને આપઘાત કરી લીધો. મૃતકનું નામ થિપ્પન્ના અલુગુરૂ છે.
પત્નીના ત્રાસથી કંટાળી હવે પોલીસ અધિકારીએ કરી આત્મહત્યા  લગાવ્યા ગંભીર આક્ષેપ
Advertisement
  • હેડ કોન્સ્ટેબલે પત્ની પાર્વતી અને તેના પિતા પર લગાવ્યા ગંભીર આક્ષેપ
  • હુલીમાવુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે હેડ કોન્સ્ટેબલ થિપ્પન્ના અલુગુરુ છે
  • સસરાએ ધમકી આપી કે તારી હત્યા કરીશ તો જ મારી દિકરી શાંતિથી રહી શકશે

બેંગ્લુરૂ : હુલીમાવુ પોલીસ સ્ટેશનના 33 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલે શુક્રવારે મોડી રાત્રે બાયપ્પનહલ્લીમાં ટ્રેન સામે કુદીને આપઘાત કરી લીધો. મૃતકનું નામ થિપ્પન્ના અલુગુરૂ છે. જેને કન્નડમાં લખેલી એક સુસાઇડ નોટમાં પત્ની પાર્વતી અને તેના પિતા યમુનાપ્પાને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા હતા. થિપ્પન્ના ઉત્તર કર્ણાટકના વિજયપુરા જિલ્લાનાં સિંઘગી શહેર પાસે હંડિગાનુરૂ ગામના રહેવાસી છે.

અતુલ સુભાષની આત્મહત્યાની ચર્ચા

બેંગ્લુરૂમાં ટેક્નિકલ નિષ્ણાંત સુભાષ અતુલની આત્મહત્યા પર હોબાળો હજી પણ અટક્યો નથી કે શહેરમાં વધારે એક આત્મહત્યાનો બનાવ બવ્યો છે. હુલીમાવુ પોલીસ સ્ટેશનના 33 વર્ષીય હેડ કોન્સ્ટેબલે શુક્રવારે મોડી રાત્રે બાયપ્પનહ્લીમાં ટ્રેનની સામે કુદીને આત્મહત્યા કરી લીધી. મૃતકનું નામ થિપ્પન્ના અલુગુર છે, જેને કન્નડમાં લખેલી એક પેજના સુસાઇડ નોટમાં પોતાની પત્ની પાર્વતી અને તેના પિતા યમુનાપ્પાને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. થિપ્પન્ના ઉત્તર કર્ણાટકના વિજયપુરા જિલ્લાના સિંઘવી શહેર પાસે હિંડિગાનુરૂ ગામના રહેવાસી હતા.

Advertisement

આ પણ વાંચો : PM મોદી બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને કહ્યું મારો વીડિયો કટ કરીને વાયરલ ના કરતા

Advertisement

બેંગ્લુરૂમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હતો

રિપોર્ટ અનુસાર થિપ્પન્ના ત્રણ વર્ષ પહેલા પોતાના ગૃહનગરની પાર્વતી સાથે લગ્ન થયા હતા અને તે બેંગ્લુરૂમાં ભાડાના મકાનમાં રહેતો હતો. દંપત્તીને કોઇ સંતાન નથી. થિપ્પન્ના ઘરે પરત ફરતા પહેલા શુક્રવારે પહેલી શિફ્ટ કરવા ગયા હતા. ત્યાર બાદ સાંજે પાર્વતી સાથે બોલાચાલી થઇ હતી. થિપ્પન્નાની સુસાઇડ નોટ અનુસાર રાત્રે થોડા સમય બાદ તેના સસરા યમુનાપ્પાએ તેમને ફોન કરી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો.

Note

હીલ્લાલિંગે રેલવે સ્ટેશન નજીક કર્યો આપઘાત

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે, થિપ્પન્નાએ હીલ્લાલિગે રેલવે સ્ટેશન અને કાર્મેલરમ રેલવે ફાટક વચ્ચે પાટા પર એક ટ્રેની સામે છલાંગ લગાવી દીધી. ઘટના બાદ શુક્રવારે રાત્રે આશરે આઠવાગ્યે માહિતી મળી જ્યારે રસ્તે પસાર થનારા લોકોએ ક્ષત વિક્ષત શબને જોઇને રેલવે પોલીસને માહિતી આપી હતી. રેલવે પોલીસે કહ્યું કે, થિપ્પન્નાએ આ ખોફનાક પગલું ઉઠાવતા સમયે પોતાની પોલીસ વર્દી પહેરેલી હતી.

આ પણ વાંચો : Gujarat રાજ્યની અભૂતપૂર્વ સફળતા, વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન

સુસાઇડ નોટમાં લગાવ્યા ગંભીર આક્ષેપ

થિપ્પન્નાએ પોતાની સુસાઇડ નોટમાં કહ્યું કે, હું પોતાની પત્ની પાર્વતી અને તેના પિતા યમુનાપ્પા દ્વારા યાતના અને ઉત્પીડનના કારણે આત્મહત્યા કરી રહ્યો છું. 12 ડિસેમ્બરે તેમણએ યમુનાપ્પા મને સાંજે 07.26 વાગ્યે ફોન કર્યો, 14 મિનિટ સુધી વાત કરી અને મને ધમકાવ્યો. તેમણે મને તેમ પણ કહ્યું કે હું મરી જઉ નહીં તો મને મારી દેશે જેથી તેની પુત્રી પાર્વતી શાંતિથી રહી શકે.

માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

નોટના અંતમાં થિપ્પન્નાએ પોતાના બેચમેટને સંબોધિત કર્યો, જેની ઓળખ મલપ્પા તરીકે થઇ છે. જે હુસ્કુર રેલવે ટ્રેક પાસે એક તળાવ નજીક ઉભેલી પોતાની બાઇક લેવા માટે આવ્યો હતો. હવે સમગ્ર મામલે મૃતક કોન્સ્ટેબલની માતાએ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો : 2024 ના પેની "પુષ્પા" શેર જે ફ્લાવર નહીં ફાયર સાબિત થયા, રોકાણકારોને બનાવ્યા કરોડપતિ

Tags :
Advertisement

.

×