Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણીપંચનો આદેશ

Bengal voter list revision : ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની (Bengal voter list revision)યાદીમાં SIR ની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને...
બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણીપંચનો આદેશ
Advertisement

Bengal voter list revision : ચૂંટણી પંચે બિહાર બાદ હવે બંગાળમાં પણ મતદારોની (Bengal voter list revision)યાદીમાં SIR ની પ્રક્રિયા શરૂ કરી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખી આ અંગે માહિતી આપી હતી. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓને મતદારોની યાદી પર SIRની પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાયો છે. બિહારમાં મતદારોની યાદીનું પુનઃનિરિક્ષણનું કામ અંતિમ તબક્કામાં છે. SIR પ્રક્રિયા હેઠળ રાજ્યમાં 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

65 લાખ મતદારોના નામ દૂર કરાશે

આ પ્રક્રિયા બાદ બિહારમાં આશરે 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાશે. જેમાં મોટાભાગના મતદારો મૃત્યુ પામ્યા છે. બાકીના એવા મતદારો સામેલ છે, જે અન્ય રાજ્ય કે વિદેશમાં સ્થાયી થયા હોય. અમુક એવા મતદારો પણ સામેલ છે, જેમના નામ એક કરતાં વધુ મત વિસ્તારોમાં નોંધાયેલા હતા.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો,ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા

વિપક્ષનો SIR વિરોધ 

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વોટર્સ SIR પ્રક્રિયાનો કોંગ્રેસ સહિત વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. વિપક્ષ ચૂંટણી પંચની આ કામગીરીને ભાજપ સાથે મીલિભગત ગણાવી રહ્યું છે. મતોની ચોરીનો પણ આરોપ મૂકાઈ રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી પંચ ભાજપના ઈશારા પર મતોની ચોરીમાં ભાગીદારી આપી રહ્યું છે.

આ પણ  વાંચો -Jammu Kashmir ના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બિહારમાં SIR અંતિમ તબક્કામાં

બિહારમાં SIRનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચની આ કામગીરીમાં મતદારોએ સક્રિયપણે રૂચિ દર્શાવી હતી. બીજી બાજુ અન્ય રાજકીય પક્ષો દ્વારા આ કામગીરી વિરૂદ્ધ ફરિયાદો થઈ રહી છે. યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવા તેમજ અયોગ્ય મતદારોને દૂર કરવા સંબંધિત 1927 કેસ નોંધાયા છે. જ્યારે ફોર્મ-6 હેઠળ નવા મતદારોની નોંધણી, નામ કમી તેમજ અન્ય ઘોષણા પત્ર સંબંધિત 10977 અરજી થઈ હતી.

જનતાની સક્રિય ભૂમિકા વચ્ચે વિપક્ષ મૌન Bengal voter list revision

બિહારમાં રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા વચ્ચે સામાન્ય મતદારોએ SIR પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંચને મળેલી કુલ 1927 ફરિયાદો અને 10977 અરજી આ વાતનું પ્રમાણ છે કે, લોકો પોતાના મતાધિકાર માટે સજાગ છે. અરજીમાં મુખ્યત્વે નવા મતદારોનો ઉમેરો, ખોટું નામ દૂર કરવુ તેમજ મતદાર યાદીમાં સુધારા સંબંધિત પ્રશ્નો સમાવિષ્ટ છે. વિપક્ષ પણ આ પ્રતિસાદ પર મૌન છે. નિષ્ણાતોનું માનવુ છે કે, વિપક્ષના આશરે 60,000 બૂથ લેવલ એજન્ટ્સને અત્યારસુધી મતદાર યાદીમાં કોઈ વાંધાજનક નામ મળ્યું નથી. ચૂંટણી પંચે તમામ પક્ષો અને નાગરિકોને અપીલ કરી છે કે, તે મતદારોની યાદીને વધુ સચોટ બનાવવા સહયોગ આપે.

Tags :
Advertisement

.

×