Bachu Khabad : સરકારી કાર્યક્રમો બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રથી પણ રખાશે દૂર!
- વિધાનસભાના ચોમાસું સત્રમાંથી Bachu Khabad રહેશે દૂર!
- વિધાનસભા સત્રમાં મંત્રી બચુ ખાબડ રહેશે ગેરહાજર!
- મંત્રી બચુ ખાબડના વિભાગના જવાબ રાઘવજી પટેલ આપશે
- મનરેગા કૌભાંડમાં પુત્રોની સામે આવી છે સંડોવણી
Gandhinagar : રાજ્યમાં મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી સામે આવતા મંત્રી બચુ ખાબડની (Bachu Khabad) મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મંત્રી બચુ ખાબડની રાજકીય કારકિર્દી ખતરામાં આવી રહી હોય તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે. તેનું કારણ એ છે કે સરકારી કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડની બાદબાકી જોવા મળી રહી છે. અગાઉ કમલમ ખાતેની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રમાં (Monsoon Session in Gujarat Assembly) પણ બચુ ખાબડને દૂર રખાશે એવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો -Ahmedabad : Gujarat University માં તોડફોડ, ફર્નિચર, કોમ્પ્યુટર, દરવાજો તોડ્યા!
વિધાનસભા સત્રમાં મંત્રી Bachu Khabad રહેશે ગેરહાજર!
સૂત્રો પાસેથી મળેલી મુજબ, વિધાનસભાનાં ચોમાસુ સત્રમાંથી મંત્રી બચુ ખાબડને (Bachubhai Khabad) દૂર રખાશે. પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ વિધાનસભાના સત્રમાં પણ ગેરહાજર રહેશે. મંત્રી બચુ ખાબડના મંત્રાલયનાં જવાબો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) આપશે એવી માહિતી છે. નોંધનીય છે કે આ પહેલા પણ બચુ ખાબડ ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા અને સ્વાતંત્રતા પર્વની ઉજવણી સમયે સામાન્ય વહીવટ વિભાગની યાદીમાંથી પડતા મૂકાયા હતા.
મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી સામે આવી
જણાવી દઈએ કે, દાહોદ જિલ્લામાં (Dahod) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ થયેલા મોટા પાયે નાણાકીય ગેરરીતિઓએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. આ કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંબંધીઓની સંડોવણીના આરોપો ઉઠ્યા હતા. ઉચ્ચ સ્તરીય તપાસમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડનું નામ સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Kutch : 'વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, જનતામાં રોષ ફેલાશે તો..!'


