Jharkhand બાદ આ રાજ્યમાં પણ BJP+ ને મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી
- કર્ણાટક પેટાચૂંટણીમાં BJP ને મળી હાર
- 2-2 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો હારી ગયા
- પૂર્વ CM એચડી કુમારસ્વામીના પુત્રની પણ થઇ હાર
કર્ણાટકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી જનતા દળને મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીએ રાજ્યની સંદૂર અને શિગગાવ વિધાનસભા બેઠકો પાર પેટાચૂંટણી લડી હતી અને પાર્ટીને બંને બેઠકો પાર કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, ભૂતપૂર્વ CM અને વર્તમાન કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામીના પત્ર નિખિલ કુમારસ્વામીએ રાજ્યની ચન્નાપટના બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને પણ કોંગ્રેસના ઉમેદવારે હરાવી દીધા હતા.
2-2 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રો હારી ગયા...
ચન્નાપટનાથી ચૂંટણી લડી રહેલા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીને તેમના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર સીપી યોગેશ્વરે 25413 ,મતોના માર્જિનથી હરાવ્યા હતા. યોગેશ્વરને 1,12,642 અને નિખિલને 87,229 વોટ મળ્યા. સંદૂર વિધાનસભા સીટની વાત કરીએ તો કોંગ્રેસના ઈ અન્નપૂર્ણાને 93,616 વોટ મળ્યા અને BJP ઉમેદવાર હનુમંતુ બંગારુને 83,397 વોટ મળ્યા. આ રીતે કોંગ્રેસના ઉમેદવારનો 9649 મતોથી વિજય થયો છે. જયારે શિગગાંવમાં કોંગ્રેસના યાસિર અહેમદ ખાન પઠાણે ભાજપ (BJP)ના ઉમેદવાર અને પૂર્વ CM બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમ્માઈને 13,448 મતોના અંતરથી હરાવ્યા છે. આ રીતે કર્ણાટકમાં 2-2 પૂર્વ CMના પુત્રોને હારનો સામનો કરવો પડ્યો છે.
#WATCH बेंगलुरु: कर्नाटक के उपमुख्यमंत्री डी.के. शिवकुमार ने कर्नाटक विधानसभा उपचुनाव के नतीजों पर कहा, "यह कर्नाटक के लोगों की ओर से 2028 के लिए संदेश है। यह 5 गारंटी, आम आदमी और विकास की जीत है। अब सांप्रदायिक राजनीति नहीं चलेगी। केवल विकास के लिए राजनीति होगी।"
कर्नाटक… pic.twitter.com/4mVDeXu8kx
— ANI_HindiNews (@AHindinews) November 23, 2024
આ પણ વાંચો : Maharashtraમાં ચાલી ગયો 'બટેંગે તો કટેંગે' નો નારો
Jharkhand માં પણ BJP ની મોટી હાર...
તમને જણાવી દઈએ કે, ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. એક તરફ, JMM હેઠળના ગઠબંધનને 50 થી વધુ બેઠકો પાર લીડ મળતી દેખાઈ રહી છે, જયારે BJP ગઠબંધન 30 થી ઓછી બેઠકો પાર જતું જોવા મળી રહ્યું છે. જો કે BJP+ નો જાદુ મહારાષ્ટ્રમાં પૂરજોશમાં કામ કરી રહ્યો છે અને આ ગઠબંધન 220 થી વધુ બેઠકો જીતી રહ્યું હોય તેવું લાગે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, 150 થી ઓછી બેઠકો પાર ચૂંટણી લડનાર ભાજપ અહીં લગભગ 125 બેઠકો જીતતી જોવા મળી રહી છે. આ રીતે જોવામાં આવે તો એક તરફ ભાજપને ઝારખંડની નિરાશા મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રે પણ ખુશ થવાનું કારણ આપ્યું છે.
આ પણ વાંચો : UP Bypoll Result: CM યોગીએ તોડ્યો 31 વર્ષનો જૂનો રેકોર્ડ, ભાજપ આટલા મતોથી આગળ


