Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓપરેશન કર્યા પછી ડોક્ટર ગાભો પેટમાં જ ભુલી ગયા, પછી ચલાવી ઉઘાડી લૂંટ

સહારનપુર જિલ્લા મહિલા હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન બેદરકારીથી પેટમાં કપડાનો ટુકડો છુટી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા મીનૂને અનેક સ્થળે સારવાર બાદ પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરાઇ
ઓપરેશન કર્યા પછી ડોક્ટર ગાભો પેટમાં જ ભુલી ગયા  પછી ચલાવી ઉઘાડી લૂંટ
Advertisement
  • મહિલાના સિઝેરિયન બાદ ડોક્ટર કપડું અંદર ભુલી ગયા
  • બેદરકારીના કારણે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે
  • એક ખાનગી હોસ્પિટલે મહિલાને 1 મહિનો સારવાર માટે દાખલ રાખી

સહારનપુર : જિલ્લા મહિલા હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન બેદરકારીથી પેટમાં કપડાનો ટુકડો છુટી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા મીનૂને અનેક સ્થળે સારવાર બાદ પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરાવાઇ જ્યાં ઓપરેશન દરમિયાન કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો. આ બેદરકારીના કારણે આંતરડામાં સડો થઇ ગયો હતો જેથી આંતરડું કાપવું પડ્યું હતું.

કપડું મહિના પેટમાં જ છુટી ગયું

સહારનપુરમાં સિઝેરિયન દરમિયાન પેટમાં ગોઝ પીસ છુટી ગયાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાનૌત વિસ્તારના ગામ ટિકરોલના રહેવાસી સચિન વિશ્વકર્માએ જણાવ્યું કે, તેણે ગત્ત વર્ષે પ્રસવ માટે પત્ની મીનુને જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. 22 જાન્યુઆરી 2024 ના રોજ સિઝેરિયન પ્રસવ દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કપડાનો ટુકડો પેટમાં જ છુટી ગયો હતો. થોડા દિવસો બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેણે અનેક ડોક્ટર્સને દેખાડ્યું પરંતુ કોઇ જ ફાયદો થયો નહોતો.

Advertisement

આ પણ વાંચો : મણિપુરના મુખ્યમંત્રી માફીના લાયક નથી, પદ પરથી રાજીનામું આપે; પૂર્વ CM અશોક ગેહલોતે આપ્યુ નિવેદન

Advertisement

એક મહિના સુધી હોસ્પિટલમાં રહી

પીડિતાને સહારનપુરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિના સુધી દાખલ રાખવામાં આવી હતી. જો કે સમસ્યા શું છે તે અંગે કોઇ જ માહિતી મળી નહોતી. અનેક સ્થળોએ દેખાડ્યા બાદ સચિને પત્ની મીનુને ગંભીર સ્થિતિમાં 21 ડિસેમ્બરે પીજીઆઇ ચંડીગઢમાં દાખલ કરી હતી. જ્યાં ઓપરેશન દરમિયાન તેના પેટમાંથી કપડાનો ટુકડો કાઢવામાં આવ્યો હતો.

આંતરડું સડી જતા કાપવું પડ્યું

જો કે દરમિયાન તેના આંતરડામાં રસી થઇ જવાના કારણે આંતરડું ફાટી ગયું હતું. જેના કારણે તેટલો વિસ્તાર કાપવો પડ્યો હતો. મહિલાની સ્થિતિ હાલમાં પણ ખુબ જ ગંભીર છે. સચિને આ મામલે ફરિયાદ દાખલ કરાવવાની અને બેદરકારી દાખવનાર અને ત્યાર બાદ તેને એક મહિનો સારવારના નામે દાખલ રાખીને લૂંટનારી હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પીડિતા હાલ ચંડીગઢ પીજીઆઇમાં જ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : America: નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી અંધાધૂંધ ગોળીબાર થયો, 12ના મોત 30 ઘાયલ

Tags :
Advertisement

.

×