Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય સેનાની ચેતવણી બાદ પાક.સંરક્ષણ મંત્રીએ દહેશતમાં આપ્યું આ નિવેદન

ભારતીય સેના પ્રમુખે પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી, તેના થોડા દિવસો બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત વિશે અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે
ભારતીય સેનાની ચેતવણી બાદ પાક સંરક્ષણ મંત્રીએ દહેશતમાં આપ્યું આ નિવેદન
Advertisement
  •   India-Pakistan Conflict :  ભારતની ધમકી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ
  • ભારતીય સેનાએ આપી હતી ચેતવણી પાકિસ્તાન નકશામાં નહીં રહે
  • આ ચેતવણી સંદર્ભે પાક.સંરક્ષણ મંત્રીએ આપ્યો નિવેદન

ભારતીય સેના પ્રમુખે (IndianArmy)  પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી, તેના થોડા દિવસો બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ( Khwaja Asif)  ફરી એકવાર ભારત વિશે અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી  આસિફે દહેશતમાં પાયાવિહોણા દાવા કરતા કહ્યું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળ સિવાય ભારત ઇતિહાસમાં "ક્યારેય સંપૂર્ણપણે એક રાષ્ટ્ર રહ્યું નથી." આસિફે એમ પણ કહ્યું કે ભારત સાથે યુદ્ધ થવાની શક્યતા છે, અને તેઓ તેનો ઇનકાર કરતા નથી. આસિફની આ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ભારતે ઇસ્લામાબાદને ચેતવણી આપી છે કે તેણે કાં તો રાજ્ય પ્રાયોજિત આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું જોઈએ અથવા ભૂગોળના નકશામાંથી મટી જશે. આ નિવેદનો પાકિસ્તાનની અંદરના ડર અને ભયને સ્પષ્ટપણે જાહેર કરે છે.

India-Pakistan Conflict :  ભારતની ધમકી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ

નોંધનીય છે કે ખ્વાજા આસિફે  ( Khwaja Asif) ભારત પ્રત્યે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓનો ખુલાસો કરતા વધુમાં જણાવ્યું કે, ઘરેલુ સ્તરે ભલે તેઓ દલીલ કરે કે સ્પર્ધા કરે, પરંતુ "ભારત સાથેની લડાઈમાં, અમે એક થઈએ છીએ." તેમણે સીધી રીતે યુદ્ધનું જોખમ સ્વીકારતા કહ્યું કે, "હું તણાવ વધારવા માંગતો નથી, પરંતુ યુદ્ધનું જોખમ વાસ્તવિક છે, અને હું તેનો ઇનકાર કરતો નથી. જો યુદ્ધ આવે છે, તો આપણે પહેલાં કરતાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરીશું, ઇન્શાઅલ્લાહ." સંરક્ષણ પ્રધાનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઓપરેશન સિંદૂર પછી બીજા ભારતીય હુમલાના ડરથી ફફડી ગયું છે. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પછી સાત દાયકાથી વધુ સમયથી ભારત એક સ્થિર અને એકીકૃત લોકશાહી રહ્યું છે, જ્યારે પાકિસ્તાને અનેક લશ્કરી બળવા અને આંતરિક વિભાજન જોયા છે.

Advertisement

India-Pakistan Conflict :  ભારતે આપી હતી આ ચેતવણી 

આસિફના આ વિચિત્ર દાવાઓ પહેલાં, ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી કે, "આતંકવાદને ટેકો આપવાનું બંધ કરો અથવા તમારી ભૌગોલિક નકશામાંથી ગાયબ થવા માટે તૈયાર રહો." જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત આ વખતે સંપૂર્ણપણે તૈયાર છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન બતાવેલો સંયમ આ વખતે બતાવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની કાર્યવાહી એવી હશે કે પાકિસ્તાનને વિચારવું પડશે કે શું તે ભૌગોલિક રીતે અસ્તિત્વમાં રહેવા માંગે છે. ભારતીય સેનાની આ મક્કમતા દર્શાવે છે કે ભારત હવે સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નથી, જેના કારણે પાકિસ્તાનના નેતાઓ ડર અને હતાશામાં આવા પાયાવિહોણા અને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો :   ઈક્વાડોરના રાષ્ટ્રપતિ Daniel Noboa પર જીવલેણ હુમલો, પ્રદર્શનકારીઓએ કાફલા પર પથ્થરમારો કર્યો

Tags :
Advertisement

.

×