Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રેન દુર્ઘટના બાદ પાટાઓ પર પ્રેમ કવિતાઓના પાના વિખેરાયેલા મળ્યા, વાંચીને લોકો થયા ભાવુક

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે લોકોએ જમીન પર કેટલાંક કાગળ પડેલા જોવા મળ્યા હતા. જ્યારે...
ટ્રેન દુર્ઘટના બાદ પાટાઓ પર પ્રેમ કવિતાઓના પાના વિખેરાયેલા મળ્યા  વાંચીને લોકો થયા ભાવુક
Advertisement

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના છૂટાછવાયા કોચ અને તબાહી વચ્ચે કેટલાક પાનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાટા પર તબાહી વચ્ચે લોકોએ જમીન પર કેટલાંક કાગળ પડેલા જોવા મળ્યા હતા. જ્યારે આ કાગળ વાંચવામાં આવ્યા ત્યારે બંગાળી ભાષામાં પ્રેમ કવિતાઓ લખેલી મળી હતી. હાથીઓ, માછલીઓ અને સૂર્યના ચિત્રો સાથે વિખરાયેલા પાનાઓ પર કોઈએ પ્રેમ વ્યક્ત કર્યો હતો. કદાચ કોઈ પ્રવાસીએ રજાઓ દરમિયાન તેના પ્રેમીને પત્ર લખ્યો હશે. જેના વિશે હાલ કોઈ માહિતી મળી નથી.

Advertisement

બંગાળી ભાષામાં કવિતા લખાઈ હતી

Advertisement

એક કવિએ ડાયરીના પાના પર વરસતા વરસાદમાં પ્રિયતમાને યાદ કરીને લખ્યું હતું. એ કવિતામાં લખ્યું હતું કે પ્રેમ હળવા વરસાદમાં જ ખીલે છે. બંગાળી ભાષામાં લખેલી પંક્તિઓ કંઈક આવી છે-અલ્પો અલ્પો મેઘ થીકે હલકા બ્રિસ્ટી હોય, છોટો છોટો ગોલ્પો થીકે ભાલોબાસા સૃષ્ટિ હોય. કવિતાના પાના સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સાથે અધૂરી રહી ગયેલી એક કવિતા પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. બાંગ્લા ભાષામાં લખાયેલી કવિતાનો અર્થ છે- હું તમને હંમેશ પ્રેમ કરવા માંગુ છું, તમે મારા હૃદયની નજીક છો.

કોણે લખી છે આ કવિતાઓ

રેસ્ક્યુ ઓપરેશન ટીમ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કવિતાના આ પાનાઓને સાચવીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈએ આ કવિતા કે તેના લેખક સાથે કોઈ સંબંધ હોવાનો દાવો કર્યો નથી. આ કવિતાઓ લખનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી.

આપણ  વાંચો-ODISHA માં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબા પાટા પરથી ખડી પડ્યાં

Tags :
Advertisement

.

×