Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘વર્દી પહેર્યા પછી જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરો’, Supreme Court ની પોલીસને ફટકાર

Supreme Court ની મહારાષ્ટ્ર પોલીસને ફટકાર : ‘જાતિ-ધર્મથી ઉપર ઉઠીને કામ કરો’, SITની રચનાનો આદેશ
‘વર્દી પહેર્યા પછી જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરો’  supreme court ની પોલીસને ફટકાર
Advertisement
  • Supreme Court ની મહારાષ્ટ્ર પોલીસને ફટકાર: ‘જાતિ-ધર્મથી ઉપર ઉઠીને કામ કરો’, SITની રચનાનો આદેશ
  • અકોલા રમખાણો: પોલીસની પક્ષપાતી તપાસ પર સુપ્રીમ કોર્ટનો પ્રહાર, SIT રચવાનો નિર્દેશ
  • સુપ્રીમ કોર્ટે બનાવી SIT: અકોલા રમખાણોની નિષ્પક્ષ તપાસ માટે હિન્દુ-મુસ્લિમ અધિકારીઓનો સમાવેશ
  • પોલીસની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટનો આકરો સૂર: અકોલા રમખાણોમાં ન્યાય માટે SIT
  • અકોલા રમખાણો: મોહમ્મદ અફઝલની અરજી પર સુપ્રીમ કોર્ટે લીધો કડક નિર્ણય, SIT રચના

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) મહારાષ્ટ્રના અકોલામાં મે 2023માં થયેલા સાંપ્રદાયિક રમખાણોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ ટીમમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. કોર્ટે મહારાષ્ટ્ર પોલીસની “પક્ષપાતપૂર્ણ” તપાસ પર સખ્ત નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે પોલીસનું કામ કોઈપણ ધર્મ કે જાતિના ભેદભાવ વિના કાયદા અનુસાર નિષ્પક્ષ તપાસ કરવાનું છે.

આ આદેશ 17 વર્ષના મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફની અરજી પર આવ્યો છે, જેમણે રમખાણોમાં હુમલાનો ભોગ બનવા છતાં પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો. અકોલામાં મે 2023માં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભડકેલા રમખાણોમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે આઠ લોકો જેમાં બે પોલીસકર્મીઓનો ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર પોલીસની બેદરકારી અને એકતરફી વલણને ગંભીરતાથી લીધું અને જણાવ્યું કે પોલીસે પોતાની વર્દીની ગરિમાને સમજવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો- ‘9/11 પછી અમેરિકાએ જે કર્યું, તે જ અમે કર્યું’ : Doha attack ને નેતન્યાહુએ યોગ્ય ઠેરવ્યો

Advertisement

મામલો શું છે?

મે 2023માં અકોલાના જૂના શહેરમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટે આગમાં ઘીનું કામ કર્યું, જેના પછી પરિસ્થિતિ નિયંત્રણ બહાર નિકળી ગઈ હતી. આ હિંસામાં વિલાસ મહાદેવરાવ ગાયકવાડનું મોત થયું, જ્યારે 17 વર્ષના મોહમ્મદ અફઝલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અફઝલે તેમની અરજીમાં જણાવ્યું કે, રમખાણો દરમિયાન તેમના પર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહીં. 15 મે 2023ના રોજ હોસ્પિટલમાં દાખલ હોવા દરમિયાન અફઝલે પોલીસને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, પરંતુ પોલીસે ન તો કેસ નોંધ્યો કે ન તો તપાસ શરૂ કરી. અરજીકર્તાનું કહેવું છે કે, ગંભીર ગુનો થયો હોવા છતાં પોલીસે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો.

હાઈકોર્ટમાં રાહત ન મળી

મોહમ્મદ અફઝલે પોલીસની નિષ્ક્રિયતા અને પક્ષપાતપૂર્ણ વલણ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ (નાગપુર બેન્ચ)માં અરજી દાખલ કરી હતી. તેમણે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સિવિલ અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ 25 જુલાઈ 2024ના રોજ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી અને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો. આ પછી અફઝલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

SIT રચનાનો આદેશ

સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતો. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ અલોક અરાધેની બેન્ચે જણાવ્યું કે, પોલીસે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. કોર્ટે મહારાષ્ટ્રના ગૃહ સચિવને નિર્દેશ આપ્યો કે, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સામેલ કરીને એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવે.

આ SIT અકોલા રમખાણોની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરશે. કોર્ટનું આ પગલું ખાસ કરીને નોંધપાત્ર છે, કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે સાંપ્રદાયિક રમખાણોની તપાસ માટે બંને સમુદાયના અધિકારીઓને સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પોલીસનું કામ કાયદો લાગુ કરવાનું છે, પક્ષપાત કરવાનું નહીં. SITની રચનાથી એવી આશા રાખવામાં આવે છે કે રમખાણો પાછળની સચ્ચાઈ સામે આવશે અને પીડિતોને ન્યાય મળશે.

આ પણ વાંચો- PM Modi in Varanasi : કહ્યું- ‘ભારત અને મોરિશસ સહયોગી નહીં, પરિવાર છે’, દ્વિપક્ષીય બેઠકમાં MOU પર હસ્તાક્ષર

Tags :
Advertisement

.

×