કૃષિ સહાય પેકેજ 2025 : અરજીની મુદતમાં 7 દિવસનો વધારો, હવે 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
- કૃષિ સહાય પેકેજ 2025 : કૃષિ સહાય પેકેજમાં અંગે મોટા સમાચાર, અરજીની મુદત 5 ડિસેમ્બર સુધી વધારી
- કમોસમી વરસાદથી પીડાયેલા ખેડૂતો માટે ખુશખબર : સહાય અરજીની મુદત 7 દિવસ વધારી
- 10,000 કરોડ કૃષિ પેકેજ : અરજી મુદત વધારી, 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરો
- ગુજરાત સરકારનો ખેડૂતો પ્રત્યે સ્નેહ : કૃષિ સહાય અરજી 5 ડિસેમ્બર સુધી, 2 હેક્ટર સુધી 44,000/- સહાય
કૃષિ સહાય પેકેજ 2025 / ગાંધીનગર : ગુજરાત સરકારે કૃષિ સહાય પેકેજ 2025 હેઠળ અરજી કરવાની મુદતમાં 7 દિવસનો વધારો કરીને 5 ડિસેમ્બર સુધી વધારી છે. સર્વર અને ટેકનિકલી રીતે ખેડૂતોને અરજી કરવામાં મુશ્કેલી પડી રહી હોવાના કારણે સરકારે અરજી કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. પાછલા કેટલાક દિવસોથી અરજી કરવામાં મુશ્કેલી આવતી હોવાની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે અરજી કરવા માટે વધારે સાત દિવસ આપ્યા છે. આ જાહેરાતથી અરજી કરી શક્યા નથી, તેવા ખેડૂતો માટે રાહત મળી છે.
આ 10,000 કરોડ રૂપિયાના વિશાળ પેકેજના ભાગરૂપે કમોસમી વરસાદના કારણે થયેલા પાકની નુકશાની સામે ખેડૂતોને હેક્ટર પ્રતિ 22,000 રૂપિયા (મહત્તમ 2 હેક્ટર) સહાય આપવાની છે. અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવાના નિર્ણયથી હજારો ખેડૂતોને ફાયદો થશે, જેમણે મુદત પૂરી થયા પછી પણ અરજી કરી શક્યા નહતા, તેમને માટે રાહતના સમાચાર છે.
ગુજરાત સરકારે 7 નવેમ્બર, 2025ના રોજ 10,000 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનને આવરી લે છે. જેમાં ખેડૂતોને હેક્ટર પ્રતિ 22,000 રૂપિયા (મહત્તમ 2 હેક્ટર, એટલે કુલ 44,000 રૂપિયા પ્રતિ ખેડૂત) આપવામાં આવશે. આ દરમિયાન પિયત અને પિયત વગરનો નિયમ પણ હટાવી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “કમોસમી વરસાદથી 20 વર્ષોમાં સૌથી વધુ નુકસાન થયું છે. અરજી કરવાની મુદત વધારીને વધુ ખેડૂતોને સહાય મળે તે સુનિશ્ચિત કરીએ છીએ.” આ પેકેજથી 5 જિલ્લાઓના 800થી વધુ ગામોના લાખો ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો- Jignesh Mevani પત્રકાર પરિષદ : શું પોલીસના હપ્તારાજ વિશે કરશે મોટા ખુલાસા?


