Gandhinagar : કૃષિ મંત્રીનું નિવેદન : માવઠાથી 42 લાખ હેક્ટર ખેતીને નુકસાન, રાહત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી
- Gandhinagar : ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ : ખેડૂતોને ફરી બેઠા કરવા SDRF-NDRF સાથે વધુ ફંડ
- માવઠા પીડિત ખેડૂતો સાથે સંવેદના : કૃષિ મંત્રીએ કહ્યું, પંચ કામ કરી રિપોર્ટ મંગાવ્યો
- 42 લાખ હેક્ટર વિસ્તાર પાક નષ્ટ : રાજ્ય સરકારનું વધારાનું ફંડ, રાહત નિર્ણય ટૂંક સમયમાં
- કમોસમી વરસાદના નુકસાન પર કૃષિ મંત્રી : ખેડૂતોને ફરી ઉભા કરવા ઝડપી પગલાં
Gandhinagar : : રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવા માટે પાછલા બે દિવસથી ગાંધીનગરમાં તાબડતોડ બેઠકો ચાલી રહી છે. આ અંગે આજે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ખેડૂતોના પાકને ટેકાના ભાવે ખરીદવા અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવાની સાથે-સાથે ખેડૂતોના બગડેલા પાકના વળતર અંગે પણ જાણકારી આપી હતી. જીતુભાઈ વાઘાણીએ પોતાની પ્રેસ કોન્ફ્રન્સમાં ખેડૂતોને થયેલા નુકશાનના આંકડાઓ પણ જાહેર કર્યા છે, આ સાથે જ તેમણે કહ્યું છે કે, એકપણ ખેડૂત સાથે અન્યાય થાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે થયેલા વ્યાપક નુકસાન અંગે કૃષિ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "કૃષિ રાહત પેકેજ અંગે ટૂંકા સમયમાં જ પંચ કામ કરીને નુકસાની અંગેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ખૂબ સંવેદના સાથે અમે ખેડૂતો સાથે છીએ."
મંત્રીએ વધુમાં કહ્યું કે, "ખેડૂતોને ફરી બેઠા કરવા અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ." સત્તાવાર આંકડા અનુસાર, કમોસમી વરસાદના કારણે રાજ્યમાં 42 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે. આ ઉપરાંત 16 હજાર ગામોનો સર્વેનો અહેવાલ પણ પૂર્ણ થઈ ગયો છે અને તેના આધારે રાહત કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
કૃષિ રાહત પેકેજ અંગે કૃષિ મંત્રી નું નિવેદન
ટૂંકા સમયમાં જ પંચ કામ કરી ને નુકશાની અંગે નો રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે.
ખૂબ સંવેદના સાથે અમે ખેડૂતો સાથે છીએ.
ખેડૂત ને ફરી બેઠો કરવા અંગે ટુક સમયમાં જ નિર્ણય લેવા જઇ રહી છે.
કમોસમી વરસાદ ના કારણે 42 લાખ હેકટર વિસ્તારમાં નુકશાની છે.… pic.twitter.com/PYkqJcbuLj— Gujarat First (@GujaratFirst) November 5, 2025
રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના ફંડ ઉપરાંત ગુજરાત રાજ્યનું વધારાનું ફંડ પણ ઉમેરવામાં આવશે, એમ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે. આ પગલાંથી પીડિત ખેડૂતોને ઝડપી અને પર્યાપ્ત રાહત મળી રહે તેની ખાતરી કરવામાં આવશે.
આ નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના મુખ્યમંત્રીને લખેલા પત્ર પછી આવ્યું છે, જેમાં ખેડૂતોના દેવા માફી અને MLA પગારની સહાયની ઓફર કરવામાં આવી હતી. સરકારનું આ પગલું ખેડૂતોની સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાનું સંકેત આપે છે.
આ પણ વાંચો- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આપી એક Special offer


