Gandhinagar : રાજ્ય સરકારે જગતનાં તાતની 'દિવાળી' સુધારી! 7 લાખથી વધુ ખેડૂતો માટે કરોડોનું સહાય પેકેજ જાહેર
- દિવાળીનાં તહેવાર પહેલાં સરકારની ખેડૂતોને ભેટ! (Gandhinagar)
- રાજ્ય સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
- 20 જિલ્લાના 136 તાલુકા 6812 ગામનો સમાવેશ
- 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજમાં આવરી લેવાયા
Gandhinagar : દિવાળી (Diwali 2024) પહેલા રાજ્ય સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખેડૂતો માટે રાજ્ય સરકારે (Gujarat Government) અતિવૃષ્ટિ અંગે કૃષિ સહાય રાહત પેકેજની જાહેરાત કરી છે. જે હેઠળ રાજ્યનાં 20 જિલ્લાનાં 7 લાખથી પણ વધુ લાભાર્થીઓને લાભ મળશે. સરકાર દ્વારા 8.5 લાખ હેક્ટર જમીનનાં ખેડૂતોને સહાય ચુકવાશે. સરકાર દ્વારા રૂ.1419 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.
આ પણ વાંચો - VADODARA : જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તરમાં 11 મીટર સુધીની વૃદ્ધિ
રાજ્યના ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર
અતિવૃષ્ટિથી કૃષિ નુકસાન અંગે સરકારની મોટી જાહેરાત@CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @RaghavjiPatel #Gujarat #Farmers #GoodNews #BigBreaking #CM #BhupendraPatel #Rainfall #DiwaliGift #GujaratFirst pic.twitter.com/Y7CW74J93N— Gujarat First (@GujaratFirst) October 23, 2024
રાજ્ય સરકારે 1,419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
જણાવી દઈએ કે, ઓગસ્ટ-2024 માં થયેલ ભારે વરસાદનાં (Heavy Rains) કારણે રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાન થયું હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો, જેમાં SDRF ઉપરાંત, રાજય સરકારે પોતાનાં ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - Gujarat: ખેડૂતો માટે આવ્યાં રાહતના સમાચાર, 24 કલાક બાદ વાતાવરણ સૂકું બનશે
રાજ્યના 20 જિલ્લાના 136 તાલુકા, 6,812 ગામનો સમાવેશ
ઓગસ્ટ માસનાં આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર (Surendranagar), દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા (Vadodara), મોરબી, જામનગર (Jamnagar), કચ્છ, તાપી, દાહોદ (Dahod), રાજકોટ, ડાંગ, અમદાવાદ (Ahmedabad), ભરૂચ, જુનાગઢ, સુરત (Surat), પાટણ અને છોટાઉદેપુર એમ 20 જિલ્લાનાં 136 તાલુકાનાં કુલ 6812 ગામોનો સમાવેશ થયો છે. આ પેકેજ દ્વારા રાજયનાં 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ રાહત પેકેજનાં કુલ 1419.62 કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ. 322.33 કરોડની રકમ (Gandhinagar) ચૂકવવામાં આવશે.
કૃષિ ઉપરાંત અન્ય નુકસાનની પણ કેન્દ્ર સરકારને જાણ કરાઈ : કૃષિમંત્રી
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થયેલાં નુકસાનનો સરવે હજુ બાકી છે. એવું કહેવાઈ રહ્યું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નુકસાનનાં સરવે બાદ વધુ રાહત જાહેર કરાશે. ઓક્ટોબરનાં પાછોતરા વરસાદની પણ ખેડૂતોને સહાય અપાશે એવું હાલ જાણવા મળ્યું છે. માહિતી મુજબ, 1419.62 કરોડથી વધુનાં પેકેજમાં સપ્ટે.-ઓક્ટો. નો સમાવેશ કરાયો નથી. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષિ ઉપરાંત અન્ય નુકસાનની પણ કેન્દ્ર સરકારને જાણ કરાઈ છે. રાજ્ય સરકારે કૃષિ, માલ-મિલકતને રૂ. 9 હજાર કરોડનાં નુકસાનનું આકલન કર્યું છે. 9 હજાર કરોડનાં નુકસાનનું મેમોરેન્ડમ કેન્દ્ર સરકારને મોકલાયું છે.
આ પણ વાંચો - MLA જિજ્ઞેશ મેવાણીના આક્ષેપો અંગે પહેલીવાર IPS પાંડિયનની પ્રતિક્રિયા, Gujarat First સાથે EXCLUSIVE વાતચીત


