Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : USA થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

ગઈકાલે ભારતનાં 104 લોકોને લઈ ડિપોર્ટેશન ફ્લાઇટ પંજાબનાં અમૃતસર ઉતર્યું હતું.
ahmedabad   usa થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા  સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી
Advertisement
  1. USA થી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ Ahmedabad પહોંચ્યાં
  2. પાટણનાં મણુંદ ગામનાં એક જ પરિવારના 4 સભ્યો વતન પરત પહોંચ્યા
  3. ડિપોર્ટ ગુજરાતીમાંથી એક વ્યક્તિ સિદ્ધપુરનાં ગણેશપુરાનો રહેવાસી
  4. પાટણ SOG ની ટીમ 5 વ્યક્તિઓેને લઈને તેમના વતન રવાના થઈ
  5. તમામ 33 લોકોની જે તે જિલ્લાની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

Ahmedabad : અમેરિકામાં નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે હેઠળ અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે ઘૂસીને રહેતા લોકોને તેમના વતન ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા, જેમણે ત્યાંની સરકારે ભારત પરત મોકલવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ભારતનાં 104 લોકોને લઈ ડિપોર્ટેશન ફ્લાઇટ પંજાબનાં (Panjab) અમૃતસર ઉતર્યું હતું. આ ફ્લાઇટમાં 33 ગુજરાતી નાગરિકો પણ હતા, જે આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા છે.

આ પણ વાંચો - Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ

Advertisement

Advertisement

અમૃતસરથી ફ્લાઇટમાં 33 ગુજરાતીઓે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા

માહિતી અનુસાર, અમૃતસરથી (Amritsar) ફ્લાઇટમાં 33 ગુજરાતીઓે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad) પહોંચ્યા હતા અને અહીંથી જે તે જિલ્લામાંથી પોલીસ આવી હતી અને પોતાના જિલ્લાનાં નાગરિકોને સાથે લઈ ગઈ હતી. જો કે, અત્યાર સુધી કોઈ શખ્સનું ઇન્ટરોગેશન કરાયું હોય એવા સમાચાર મળ્યા નથી. પરંતુ, સૂત્રો અનુસાર, અમેરિકાથી ડિપોર્ટ થઈ ગુજરાત આવેલા તમામ લોકોને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લઈ જવામાં આવશે અને ત્યાં તમામ લોકોનાં પાસપોર્ટ અને કેવી રીતે પહોંચ્યા સહિતની વિગતો મેળવાશે.

આ પણ વાંચો - Rajkot : જસદણ નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો

ડિપોર્ટ કરતી વખતે ફક્ત વેફરનું 1 અને બિસ્કિટનાં 2 પેકેટ જ આપ્યા

સૂત્રો અનુસાર, અમેરિકાની સરકારે (Trump Government) ડિપોર્ટ કરતી વખતે ફક્ત વેફરનું 1 અને બિસ્કિટનાં 2 પેકેટ જ આપ્યા હતા. જો કે, ફલાઇટમાં તમામને નાસ્તો આપવામાં આવ્યો હતો. અમેરિકા ગયેલા લોકો પૈકી અમુક તો ફક્ત 15 દિવસ તો કોઈને ફક્ત 4 મહિના જ થયા હતા. અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 પૈકી 12-12 લોકો મહેસાણા (Mehsana) અને ગાંધીનગરનાં (Gandhinagar) વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, પાટણનાં (Patan) મણુંદ ગામનાં એક જ પરિવારનાં 4 સભ્યો અને એક વ્યક્તિ સિદ્ધપુરનાં ગણેશપુરાનો હોવાનું સામે આવ્યું છે. પાટણ SOG ની ટીમ 5 વ્યક્તિઓેને લઈને વતન રવાના થઈ છે.

આ પણ વાંચો - અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય: સૂત્ર

Tags :
Advertisement

.

×