Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: સરખેજ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

શહેર ક્રાઈમ બ્રાન્ચ હસ્તગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બ્લિસ સ્પામાં રેઇડ કરવામાં આવી
ahmedabad  સરખેજ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
Advertisement
  • ક્રાઈમ બ્રાંચની ATHU ટીમે બ્લિસ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું
  • આંબલી - બોપલ ક્રોસ રોડ પાસે આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ચાલતું હતું કુટણખાનું
  • કુટણખાની મહિલા સંચાલક સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad: અમદાવાદ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા બોપલ રિંગ રોડ નજીક સ્પાની આડમાં કુટણખાનુ ઝડપાયું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ હસ્તગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બ્લિસ સ્પામાં રેઇડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ આમ્રપાલી કોમ્પલેકસમાં સ્થિત બ્લિસ સ્પામાં રેઇડ કરવામાં આવી હતી.

પોલીસે અહીંના CCTV ફૂટેજ માટે DVR કબ્જે કર્યું

ATHU ને ને મળેલી બાતમીના આધારે ટ્રેપ ગોઠવીને એક તમે ગ્રાહક સ્પામાં મોકલવામાં આવ્યો હતો. જેના આધારે રેઇડની કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાનું સંચાલન કરતી મહિલા સંચાલિકા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અહીંના CCTV ફૂટેજ માટે DVR કબ્જે કર્યું છે, જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે

Advertisement

નિકોલ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતા કુટણખામાનો પર્દાફાશ

અગાઉ શહેરના નિકોલ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતા કુટણખામાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ સ્પામાં દરોડા પાડીને 1 મહિલા સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. શહેર પોલીસને ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને બોડી મસાજના નામે ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિ અંગે કાર્યવાહી કરવાની સૂચના મળી હતી જે અનુસંધાને એસપી રિંગ રોડ પરના એક કોમ્પલેક્ષમાંથી નિકોલ પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું હતુ. કઠવાડા એસપી રિંગ રોડ પર આવેલા સુર્યમ ટ્રેડ સેન્ટરમાં બ્લ્યુ ઓશન સ્પામાં પોલીસે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પર એક યુવતી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા સ્પા સેન્ટરનો માલિક સમીરખાન પઠાણ હોવાનું ખુલ્યું હતું. સ્પા સેન્ટરમાંથી પોલીસને અન્ય બે યુવતીઓ પણ મળી આવી હતી. આ યુવતીઓને સ્પાના માલિક સમીરખાન પઠાણ દ્વારા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

સમીરખાન આ યુવતીઓને ગ્રાહક દીઠ 500 રૂપિયા અપાતો

સમીરખાન આ યુવતીઓને ગ્રાહક દીઠ 500 રૂપિયા અપાતો હોવાનું પણ ખુલવા પામ્યું છે. ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે સ્પાના મેનેજર તરીકે કામ કરતી યુવતી સહિત સ્પાના માલિક સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થશે મેઘમહેર

Tags :
Advertisement

.

×