Ahmedabad:બેફામ દોડતી સિટી બસે વધુ એકનો લીધો ભોગ
- અમદાવાદ :બેફામ એસટી બસના ચાલકે લીધો એકનો ભોગ
- એસટી બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે
- બસનું ટાયર ફરી વળતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત
- રાજસ્થાનની એસટી બસે સર્જ્યો અકસ્માત
Ahmedabad:અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગના દાવા (Police patrolling)વચ્ચે ST બસચાલક (ST bus drivers)બેફામ બન્યા છે,જેમાં અમદાવાદમાં ST બસની ટક્કરે એક્ટિવાચાલકનું (Activa driver)મોત થયું છે,એલિસબ્રિજ વિસ્તારમાં એસટી બસની અડફેટે યુવકનું મોત થતા ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે,એસટી બસે ટ્ક્કર મારી અને ત્યારબાદ યુવક પર બસનું ટાયર ફરી વળતા તેનુ મોત થયું હોવાની વાત સામે આવી છે..
ST બસે એક્ટિવાચાલકને લીધો અડફેટે
એલિસબ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલ નજીક એસટી બસની અડફેટે યુવકનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં એસટી બસનું ટાયર યુવક પર ફરી વળ્યું અને યુવકને સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજયું છે.જોધપુરથી અમદાવાદ આવી રહી હતી ST બસ અને વીએસ હોસ્પિટલ નજીક આ ઘટના બની હતી.ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.
આ પણ વાંચો -Gujarat Weather : રાજયમાં પવનોની દિશા બદલાતા ઠંડી વધી!
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થલે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે અને બસના ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,મહત્વનું છે કે શહેરમાં અકસ્માત ઘટવાને બદલે વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે,ત્યારે પોલીસે આવા બેફામ વાહનચાલકો સામે હજી પણ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો -Deepika Patel Suicide Case:ચિરાગ સોલંકીનો ચોંકાવનારો ખુલાસો
સુરતમા ગઈકાલે એક મહિલાનું બસની અડફેટે મોત
રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સુરતમાં ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સિટી બસ સાથે એક મહિલાનો અકસ્માત થયો હતો. જેના કારણે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના છે. જેમાં મહિલા તેના બાળકને શાળાએ મૂકીને પરત ઘરે જઈ રહી હતી.


