Ahmedabad: ISKCON મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ મામલે યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
- ઇસ્કોન મંદિરના પૂજારીએ બ્રેઈન વોશ કરી યુવતી ભગાડી જવાનો આક્ષેપનો કેસ
- દીકરીઓના બ્રેઈન વોશના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરવામાં આવી
- આ સમગ્ર મામલે હવે જાન્યુઆરી મહિનામાં વધુ સનાવણી હાથ ધરાશે
Ahmedabadના ઇસ્કોન (ISKCON)મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરવામાં આવી છે. જેમાં ઇસ્કોન મંદિરના પૂજારીએ બ્રેઈન વોશ કરી યુવતી ભગાડી જવાનો આક્ષેપનો કેસ છે. તેમાં યુવતીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી છે. ત્યારે ઇસ્કોન મંદિરનાં પ્રચારકનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઇસ્કોન (ISKCON) મંદિર સામે કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે.
જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે: મંદિરનાં પ્રચારક
જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઇસ્કોન (ISKCON) મંદિરથી કનેક્ટેડ છે પરંતુ તે વ્યક્તિ અહી હાજર જ નથી. મંદિરમાં રહેતું હોય કે સેવા કરતું હોય તેવું કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ નથી. જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે. પરિવારને અને પોલીસને અમે પૂર્ણ સહયોગ કરવા તૈયાર છીએ. તેમજ જ્યાં સુધી હાઇકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે. તેમજ ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં યુવતીએ કહ્યું કે હું લગ્ન કર્યા બાદ સુખી જીવન જીવી રહી છું. મારા પિતા દ્વારા મને ત્રાસ આપવામાં આવતો હતો. મને મારા માતા પિતા દ્વારા મારવામાં આવતો હતો તેથી આ પ્રકારનું પગલું મેં મારી રાજી ખુશીથી અને મરજીથી ભરેલું છે.
જાણો શું છે સમગ્ર મામલો:
અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન મંદિરનાં (ISKCON) સંચાલકો સામે ગંભીર આક્ષેપો થતાં હડકંપ મચી જવા પામ્યો હતો. મંદિરમાં યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ (Brain Washed) કરાતું હોવાના આરોપ સાથે નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે. અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનનાં મથુરાનાં (Mathura) શિષ્ય સાથે ભગાડી દેવાયાનાં આક્ષેપ પણ કરાયા છે. આ મામલે વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે. સંચાલકો સામે બ્રેઇન વોશ (Brain washed) સહિતનાં ગંભીર આક્ષેપો થયા છે. માહિતી અનુસાર, અમદાવાદનાં એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ (Habeas Corpus) કરી અમદાવાદનાં ઇસ્કોન મંદિરનાં સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યા છે. અરજદારે આરોપ કરતા જણાવ્યું કે, તેમની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનનાં મથુરાનાં શિષ્ય સાથે ભગાડી દેવાઈ હતી. અરજદારે કહ્યું કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિનાં નામે દીકરીઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. ઇસ્કોન મંદિરમાં તેમની દીકરીનાં ગુરુ સુંદરમામા પ્રભુ એ પોતાનાં શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી.
આ પણ વાંચો: Gujarat: જેટલા હસમુખભાઈ હોય તેમને શોધી ભરતી પ્રક્રિયામાં લગાડો - CM Bhupendra Patel
દીકરીનાં ગુરુએ પોતાનાં શિષ્ય સાથે પરણાવી દેવાની વાત કરી હોવાનો આરોપ
માહિતી અનુસાર, અરજદાર અલગ જ્ઞાતિનાં હોવાથી શિષ્ય સાથે પરણાવવાનો ઇન્કાર કર્યો હતો. આરોપ અનુસાર, અરજદારની દીકરીને ભડકાવી રૂ. 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાનાં એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી હતી. મંદિરનાં સંતો પોતે કૃષ્ણ અને 600 યુવતીઓ ગોપી હોવાનો દાવો કરે છે. યુવતી હાલ યુપીનાં મથુરામાં હોવાની અરજદાર પાસે માહિતી છે. અરજદારે કોર્ટમાં જણાવ્યું કે, જુલાઈ માસમાં CP, ગૃહમંત્રી, કાયદામંત્રીને પણ આ મામલે અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat First) સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે હવે જાન્યુઆરી મહિનામાં વધુ સનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો: Dwarka: ઓખામાં કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતા દુર્ઘટના સર્જાઇ


