Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Accident : DCP ટ્રાફિક પોલીસ નીતા દેસાઈની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું, પોલીસ તપાસમાં સાથ નથી આપી રહ્યો તથ્ય પટેલ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલમાં...
Advertisement

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. ત્યાર બાદ તથ્ય પટેલના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

હાલમાં DCP ટ્રાફિક પોલીસ નીતા દેસાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. DCP એ જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે તપાસ તેજ કરી છે પરંતુ તથ્ય પોલીસ સમક્ષ દર વખતે કારની સ્પીડ અલગ અલગ બતાવી રહ્યો છે. આ સિવાય પોલીસ તપાસમાં સાથ નથી આપી રહ્યો તથ્ય પટેલ.

Advertisement

DCP નીતા દેસાઈએ વધુમાં જણાવ્યું કે, તથ્યના ફોનને FSL માં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. આજે જ મૃતકમના માતા-પિતાના નિવેદન પણ લેવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી છે જેને મૃતકના પરિવારોના નિવેદનો લેવા સુરેન્દ્રનગર અને, બોટાદ મોકલવામાં આવી છે. RTO સાંજ સુધીમાં સ્પીડ અંગેનો રિપોર્ટ આપશે.

Advertisement

આ પણ વાંચો : Saurashtra News : ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલાયા, ડેમમાં 2,32,590 કયુસેક પાણીની આવક

Tags :
Advertisement

.

×