Ahmedabad : નરોડા-દહેગામ હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત! બે યુવકનાં મોત, જુઓ હચમચાવે એવો Video
- Ahmedabad માં ફરી સામે આવ્યો રફ્તારનો કહેર
- નશામાં ધૂત કારચાલકે બે યુવાનોનો ભોગ લીધો
- નરોડા-દહેગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
- ડિવાઈડર કૂદીને કાર સામેથી આવતી એક્ટિવા પર પડી
અમદાવાદમાં (Ahmedabad) ગોઝારા અકસ્માતની વધુ એક ઘટના બની છે. નરોડા-દહેગામથી હાઈવે પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવતી સફેદ કલરની ક્રેટા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી એક એક્ટિવાને અડફેટે લેતા ચાલક સહિત બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કારચાલક નશામાં ધૂત હતો. બે યુવકના મોતથી રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને બરોબરનો મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો છે. કારચાલકની ઓળખ ગોપાલ પટેલ તરીકે થઈ છે.
આ પણ વાંચો - BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral
Naroda Dahegam Road Hit And Run : અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર ફિલ્મી સ્ટંટ જેવો અકસ્માત#NarodaAccident #DrunkDriving #RoadAccident #YouthDeaths #TrafficSafety #DrinkAndDrive #CarCrash #NarodaDehgamRoad #Gujaratfirst@AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/7bSIDe9Prl
— Gujarat First (@GujaratFirst) December 2, 2024
ફિલ્મી સ્ટંટની જેમ કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતી એક્ટિવા પર પડી
મેગા સિટી અમદાવાદમાં (Ahmedabad) રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. નરોડા-દહેગામ રોડ હાઈવે (Naroda-Dehgam Highway) ગોઝારા અકસ્માતમાં એક્ટિવાચાલક સહિત બે આશાસ્પદ યુવકનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા-દહેગામ હાઈવે પર પૂરઝડપે આવતી એક ક્રેટા કાર કોઈ ફિલ્મી સ્ટંટની જેમ ડિવાઈડર કૂદીને રોંગ સાઇડમાં એક એક્ટિવા પર પડી હતી. આ અકસ્માતમાં (Raod Accident) એક્ટિવા સવાર અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામનાં બે યુવકનાં મોત નીપજ્યા છે.
આ પણ વાંચો - Rajkot: ધોરાજીમાં આવેલા છાડવાવદર ગામની જે.જે. કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી, વાંચો આ ચોંકાવનારો અહેવાલ
બે યુવકનાં મોત, કારચાલકની ધરપકડ
અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કારચાલક નશામાં ધૂત હતો. માહિતી અનુસાર, સ્થાનિકોએ બે યુવાનોનો ભોગ લેનારા કારચાલકની ધોલાઈ કરી પોલીસને હવાલે કર્યો હતો. સ્થાનિક પોલીસે કાર કબજે કરી ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકની ઓળખ ગોપાલ પટેલ તરીકે થઈ છે. ગોઝારા અકસ્માતનાં રૂંવાડા ઊભા કરે એવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે (Ahmedabad Police) તપાસ આદરી છે.
આ પણ વાંચો - Land Scam: લ્યો બોલો! વડોદરાના શિક્ષકની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી


