Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

360 ડિગ્રી કેમેરામાં જુઓ, કેવી રીતે તથ્ય એ 9 લોકોના જીવ લીધા..!

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે...
360 ડિગ્રી કેમેરામાં જુઓ  કેવી રીતે તથ્ય એ 9 લોકોના જીવ લીધા
Advertisement
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક બાઇકરના 360 ડિગ્રીના કેમેરામાં આ સમગ્ર અકસ્માત કેદ થઇ ગયો છે.
બાઇકરના 360 ડિગ્રી કેમેરામાં અકસ્માતનો લાઇવ વિડીયો કેદ
બાઇકરના 360 ડિગ્રી કેમેરામાં અકસ્માતનો લાઇવ વિડીયો કેદ થઇ ગયો છે જેમાં જોવા મળે છે કે જેગુઆરનો કાર ચાલક ફુલ સ્પીડમાં આવે છે અને અકસ્માતના સ્થળે લોકોને રીતસર કચડી નાંખે છે. આ વીડિયો નિહાળીને રુંવાટા ઉભા થઇ જાય છે. જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ ફુલ સ્પીડમાં આવે છે અને અકસ્માતના સ્થળે લોકો ઉભા છે તેની પરવા કર્યા વગર જ ફુલ સ્પીડમાં આગળ વધે છે અને તેના કારણે 20 જેટલા લોકો રીતસર ફંગોળાઇ જાય છે. સમગ્ર ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત વખતે જ આ બાઇકર સામેના રસ્તા પરથી પસાર થઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

કાર ઓવર સ્પીડમાં હતી
અકસ્માત વખતે લોકો સ્થળ પર ઉભા હતા ત્યારે તેમની કોઇ જ દરકાર કરવામાં આવી ના હોય તેવું આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. કારમાં તે વખતે જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ તથા અન્ય બે ત્રણ યુવતીઓ અને બે યુવક પણ હતા જે ઘટના બાદ ફરાર થઇ ગયા હોવાનું પણ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો---અમીરીના નશામાં છાકટા બનેલા નબીરાએ 9 નિર્દોષ લોકોના જીવ લીધા..!
Advertisement
Tags :
Advertisement

.

×