Ahmedabad Accident: શહેરમાં ફરી સામે આવ્યો રફ્તારનો કેર, ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ મચાવ્યો આતંક
- Ahmedabad Accident: BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને મારી ટક્કર
- અકસ્માત બાદ કાર મુકી નબીરો થયો ફરાર
- ઈજાગ્રસ્ત બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ
Ahmedabad Accident: અમદાવાદમાં ફરી સામે રફ્તારનો કેર સામે આવ્યો આવ્યો છે. જેમાં ઝુંડાલ સર્કલ પાસે નબીરાએ આતંક મચાવ્યો છે. BMW બેફામ રીતે ચલાવીને બાઈકચાલકને ટક્કર મારી છે. જેમાં અકસ્માત બાદ કાર મુકી નબીરો ફરાર થયો છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈકચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતરમાં જ ધોળકા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી
તાજેતરમાં જ ધોળકા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધોળકા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી બાઇક ચાલકને ટક્કર મારી ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં ધોળકામાં પોલીસકર્મી સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો છે.
અકસ્માતને કારણે કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો
શહેરના મારૂતિનગર સોસાયટીમાં રહેતાં રસીકભાઇ રાઠોડ મંગળવારે બપોરે 2.15 કલાકે ખેડા-બગોદરા હાઇ-વે ઉપર મઘીયા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે આવેલી મિત્રની ફનચરની દૂકાનેથી બહાર નીકળતા હતા. તે સમયે સ્પીડમાં આવતી સફેદ રંગની આરા કારે ટક્કર મારી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં રસિકભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને માથા અને મણકાંમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને કારણે કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો.
અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા
આ મામલે, અકસ્માતનો ભોગ બનેલા રસિકભાઈના પુત્ર પાર્થ રાઠોડે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોળકા રૂલર પોલીસમાં ફરજ બજાવતા મયુરસિંહ નામના પોલીસ કર્મચારીએ આ અકસ્માત કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. રાજ્યમાં એક તરફ પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. ધોળકા પોલીસ બ્લેક ફિલ્મ અને હેલ્મેટના કેસ નોંધી દંડ ફટકારી રહ્યાં છે. ત્યારે પોલીસકર્મી પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરીને કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતો જોવા મળ્યો હતો. આવા સમયે ખુદ પોલીસ કર્મચારી દ્વારા જ આ પ્રકારનો અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: Gujarat: ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો