ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાના ઉપયોગથી રોષ

અમદાવાદમાં પાલિકાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું, વાયરલ વીડિયો થકી સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ વીડિયો ઓઢવ સ્મશાન ગૃહનો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.
08:27 PM Oct 31, 2025 IST | PARTH PANDYA
અમદાવાદમાં પાલિકાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું, વાયરલ વીડિયો થકી સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ વીડિયો ઓઢવ સ્મશાન ગૃહનો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.

Ahmedabad : રાજ્યના સૌથી વધુ વિકસીત ગણાતા શહેર અમદાવાદમાં પાલિકા (Ahmedabad - AMC) સંચાલિત સ્મશાન ગૃહમાં (Crematory Viral Video) મોતનો મલાજો નહીં જળવાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં અંતિમ વિધિ માટે ગોદડા અને ટાયરોને ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લાકડા ખુટી પડતા આ પ્રકારે મોતનો પણ મલાજો ના જળવાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાને પગલે લોકોમાં તંત્રની કામગીરી વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અનેક વખત સ્મશાનોની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા.

મૃતકના સ્વજનો આક્રોશિત

અમદાવાદમાં સ્મશાનની હાલત ઠીક નથી, આ વાતની સાબિતી આપતી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પાલિકાના સ્મશાનમાં અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું, વાયરલ વીડિયો થકી સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ વીડિયો ઓઢવ સ્મશાન ગૃહનો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. આ ઘટનામાં જે મૃતકની અંતિમ ક્રિયા માટે ગોદડા અને ટાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો, તેના સ્વજનો ખુબ જ આક્રોશિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

અગાઉ પણ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા

સુત્રોએ જણાવ્યું કે, ઓઢવ સ્મશાનમાં સુકા લાકડા ખુટી પડવાના કારણે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિજનો દ્વારા પાલિકાના સીસીઆરએમમાં ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ સ્મશાનની કામગીરીને લઇને સવાલો ઉઠ્યા હતા. જો તે, સમયે જ યોગ્ય, કડક કાર્યવાહી કરવામાં આવી હોત, તો આજે આ દિવસ જોવો પડ્યો ના હોત, તેવું લોકોનું માનવું છે.

વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો

બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અંતિમવિધિમાં પણ મોતનો મલાજો જળવાયો નથી, ભાજપ શાસનમાં અંતિમવિધિ પણ સન્માનપૂર્વક થતી નથી, કોન્ટ્રાક્ટરોએ વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, અંતિમવિધિ સન્માનપૂર્વક થાય તેવી વ્યવસ્થા કરવા માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો -----  Deodar : ST ડેપોમાં ડ્રાઇવરની LIVE આત્મહત્યા : ઇન્ચાર્જ અધિકારીના માનસિક ત્રાસથી ગટગટાવી ઝેરી દવા

Tags :
AhmedabadAhmedabadNewscrematoryGujaratFirstgujaratfirstnewsGujaratiNewsViralVideo
Next Article