ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : AMC ની સ્કૂલના બોર્ડને 100 વર્ષ પૂર્ણ, IIT ના અધ્યાપકો બાળકોને ભણાવશે

Ahmedabad : જે તે વિસ્તારની શાળામાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓ પણ પાસે જઈને દાન એકત્ર કરવામાં આવશે
04:30 PM Aug 18, 2025 IST | PARTH PANDYA
Ahmedabad : જે તે વિસ્તારની શાળામાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓ પણ પાસે જઈને દાન એકત્ર કરવામાં આવશે

Ahmedabad : IIT ગાંધીનગર (IIT Gandhinagar) ના અધ્યાપકોનો લાભ હવે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના (AMC School - Ahmedabad) વિદ્યાર્થીઓને મળશે. AMC સ્કૂલ બોર્ડ (AMC School - Ahmedabad) સંચાલિત સરકારી શાળાના વિધાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના પાઠ ભણાવાશે. IIT ગાંધીનગર ના પ્રોફેસરો સપ્તાહમાં ત્રણ દિવસ કોર્પોરેશનની શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કરાવશે.

વૈજ્ઞાનિક પ્રયોગો અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ બોર્ડની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી (AMC School Board Complete 100 Years) કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જે સંદર્ભે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના અધ્યાગો કોનો લાભ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન IIT ના પ્રોફેસરો દ્વારા અભ્યાસક્રમ અંતર્ગત આવતા વિવિધ બેઝિક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો અંગે વિદ્યાર્થીઓને તાલીમ આપી તૈયાર કરશે. આ સાથે જ 25000 જેટલા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે ગાંધીનગર આઇઆઇટીમાં મુલાકાત માટે લઈ જવામાં આવશે.

ALUMNI CONNECT SCHEME નો ફાયદો શાળાને મળશે

સાથે સાથે સ્કૂલ બોર્ડની શાળાઓને ડેવલપ કરવા માટે આર્થિક સહયોગ પણ પૂર્વ વિદ્યાર્થીઓ પાસે મેળવવામાં આવશે. જે માટે ALUMNI CONNECT SCHEME અંતર્ગત જે તે વિસ્તારની શાળાઓ દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનાર પૂર્વ વિદ્યાર્થીઓ પણ પાસે જઈને દાન એકત્ર કરવામાં આવશે. જેની સામે કોર્પોરેશન પણ જે તે પૂર્વ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ દાન જેટલી જ રકમ જે તે શાળાના વિકાસના કામ માટે ફાળવશે. એટલે કે કોઈ પૂર્વ વિદ્યાર્થી 5000 દાન આપે છે તો તેની સામે એટલું જ દાન કોર્પોરેશન આપશે. આ ઉપરાંત AMC સ્કૂલ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરમાં 452 શાળાઓમાં ધોરણ 3 થી 8ના 1 લાખ 71 હજાર 785 વિધાર્થીઓ માટે અને 5200 શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ શાળા માટે 100 ગુણની મૂલ્યાંકન સ્પર્ધા યોજાશે. આ મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની OMR ટેસ્ટ લેવામાં આવશે. જેનું પરિણામ, શાળા ના વિદ્યાર્થીઓનું વરસ દરમિયાન શૈક્ષણિક કાર્ય, શાળાની સ્વયંશિસ્ત, શાળાની નિયમિતતા, સ્વચ્છતા, વ્યવસ્થાપન અને સંચાલન વગેરે જેવા વિષયોનું મૂલ્યાંકન કરીને પસંદગી કરવામાં આવશે. જે પ્રત્યેક શાળાને 1 લાખ નો પુરસ્કાર આપવામાં આવશે.

(અહેવાલ - અર્પિત દરજી, અમદાવાદ)

આ પણ વાંચો ---- IPS Battle : અનેક તપાસોમાં કલીનચીટ મળતા IPS મનીષસિંઘે સિનિયર IPS અભય ચુડાસમા સામે બાંયો ચઢાવી

Tags :
100YearsCompleteAhmedabadAMCGujaratFirstgujaratfirstnewsIITGandhinagarProfessorTechSchoolBoard
Next Article