Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ

રાજ્યમાં એક તરફ કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ઠેકાણે લાવવા માટે DGP દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં પોલીસકર્મચારીઓની બેદરકારી સામે આવવા પામી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ahmedabad  બાપુનગરમાં યુવકની હત્યા  પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ
Advertisement
  • રાજ્યમાં એક તરફ DGP વિકાસ સહાયનું અલ્ટિમેટમ
  • બીજી તરફ અમદાવાદમાં પોલીસકર્મીઓની બેદરકારી
  • PCR વાનમાં પોલીસ જવાનો ફરમાવી રહ્યા હતા આરામ

રાજ્યમાં એક તરફ DGP વિકાસ સહાયનું અલ્ટિમેટમ છે. તો બીજી તરફ અમદાવાદમાં પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં હત્યા બાદ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. PCR વાનમાં પોલીસ જવાનો આરામ ફરમાવી રહ્યા હતા. ડીજીપીનું અલ્ટિમેટમ હોવા છતાં પોલીસ કર્મચારીઆ નિંદ્રા માણી રહ્યા હતા.

Advertisement

Advertisement

પોલીસે આરોપીઓની કરી છે અટકાયત

અમદાવાદનાં બાપુનગરમં 19 વર્ષનાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકનાં પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો. હત્યાનો ગંભીર બનાવ છતાં પોલીસ ઊંઘી રહી હતી. શું બાપુનગર પોલીસને ડીજીપીનો આદેશ લાગુ પડતા નથી. બાપુનગરમાં કર્ણાવતી એપાર્ટમેન્ટમાં ગેટ પાસે જ કેટલાક શખ્શો દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. યુવકે અપશબ્દો બોલવાની ના પડવા બાબતે ઝઘડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ મામલો ઉગ્ર બની જતા જયસિંહ, હર્ષદ સોલંકી, ભદ્રેશ, હિંમત અને ગણપતે યુવકની હત્યા કરી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી છે.

આ પણ વાંચોઃ Jamnagar: વિલા મોઢે પરત ફર્યા ઉમેદવારો, સો. મીડિયામાં આવેલ જાહેરાત બાબતે જેટકોએ કર્યો મોટો ખુલાસો

મૃતકનાં પરિવારજનોનો પોલીસ પર આક્ષેપ

બાપુનગરમાં હત્યાના બનાવ બાદ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. વીડિયોમાં મૃતકનાં પરિવારજનો દ્વારા પોલીસની મદદ માટે કહેવા જતા બાપુનગર વિસ્તારની પોલીસ ઊંધતી ઝડપાઈ જવા પામી હતી. પીસીઆર વાનનાં પોલીસ જવાનો આરામ ફરમાવી રહ્યા હતા. ત્યારે મૃતકનાં પરિવારજનોએ ત્યાં પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાત્રે હત્યાનો બનાવ બન્યો અને પોલીસ ઊંઘી રહી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!

Tags :
Advertisement

.

×