Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: માણેકચોક બજારમાં ખાવા-પીવા માટે જતાં હોવ તો ચેતજો!

365 કિલો,267 લિટર બિન- આરોગ્યપ્રદ જથ્થાનો નાશ રોકવા ચેકિંગમાં મીઠાઈ સહિત 42 સેમ્પલ લીધા AMC ફૂડ વિભાગ અગાઉ પણ 6 સેમ્પલ અપ્રાણિત જાહેર થયા છે Ahmedabad: AMC ફૂડ વિભાગ દ્વારા હાલમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને ખાદ્ય પદાર્થોમાં કોઈપણ પ્રકારની...
ahmedabad  માણેકચોક બજારમાં ખાવા પીવા માટે જતાં હોવ તો ચેતજો
Advertisement
  1. 365 કિલો,267 લિટર બિન- આરોગ્યપ્રદ જથ્થાનો નાશ
  2. રોકવા ચેકિંગમાં મીઠાઈ સહિત 42 સેમ્પલ લીધા
  3. AMC ફૂડ વિભાગ અગાઉ પણ 6 સેમ્પલ અપ્રાણિત જાહેર થયા છે

Ahmedabad: AMC ફૂડ વિભાગ દ્વારા હાલમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને ખાદ્ય પદાર્થોમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય નહીં અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં ન આવે તે હેતુસર મીઠાઈ- ફરસાણની દુકાનો તેમજ ફરાળી વાનગીઓ વેચતા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ફૂડ વિભાગ દ્વારા  કુલ 65 નમૂના લેવામાં આવ્યા

ફૂડ વિભાગ દ્વારા દૂધની બનાવટના 5, મીઠાઈના 15, ફરાળી પ્રોડક્ટના 22, બેકરી પ્રોડક્ટના 2,મસાલાના 2,અન્યના 20 સહિત કુલ 65 નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા 90 સ્થળે TPC ચેક કરવામાં આવ્યા હતા.AMC ફૂડ વિભાગ દ્વરા અગાઉ લેવામાં આવેલા સેમ્પલ પૈકી 6 સેમ્પલ અપ્રાણિત જાહેર થયા છે. સુપ્રિમ ટ્રેડર્સ, નિકોલના બ્રેક ફાસ્ટ મિક્ષ્ચર, બોમ્બે ગુલાલવાડી, માણેકચોકના પિઝા ગ્રેવી, શ્રી ઉમિયા પ્રોવિઝન સ્ટોર્સ, ઈન્દ્રપુરીના કપાસિયા તેલ, ધનલક્ષ્મી કિરાણા સ્ટોર્સના રિફાઈન્ડ કપાસિયા તેલ, કીર્તિ સ્વીટ એન્ડ માવાવાલા, દાણીલીમડાનો માવો, તેલનું ગોડાઉન, સરખેજમાં સીંતગેલના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -VADODARA : જિલ્લાના ગામે-ગામ દેશભક્તિની આલ્હેક જગાવતી તિરંગા યાત્રા

AMC ફૂડ વિભાગ દ્વારા રૂ. 2.97 લાખની ફી વસૂલવામાં આવી

AMC ફૂડ વિભાગ દ્વારા તા. 5 ઓગસ્ટના રોજ મણિનગરની ગ્વાલિયા સ્વીટના લાડુમાંથી ફ્ંગસ નીકળી હોવાની ફરિયાદમાં ચેકિંગ કરીને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતાં ગ્વાલિયા સ્વીટ્સને સીલ કરવામાં આવી છે. જ્યારે તા. 6 ઓગસ્ટના રોજ મણિનગરમાં આવેલા વિલિયમ જોન્સ પિઝામાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.ફૂડ વિભાગ દ્વારા તા.10 ઓગસ્ટ સુધીમાં 449 જેટલા એકમો ચેક કરીને 141 એકમોને નોટિસ અપાઈ છે અને 365 કિલો અને 267 લિટર બિન- આરોગ્યપ્રદ જથ્થો નાશ કરાયો છે તેમજ રૂ. 2.67 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરાયો છે. શહેરમાં નવા બની રહેલા ખાદ્ય એકમોને લાયસન્સ આપવામાં આવે છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા 692 જેટલા લાયસન્સ ઈશ્યૂ કરાયા છે અને રૂ. 6.62 લાખની ફી વસુલ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×