Ahmedabad: ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીને મોટી રાહત
- Ahmedabad: આરોપી લલ્લા બિહારીના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા
- DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીને જામીન
- સરકારની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી રહેણાંક મકાન બનાવ્યા હતા
Ahmedabad: ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીને મોટી રાહત મળી છે. જેમાં આરોપી લલ્લા બિહારીના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીને જામીન મળ્યા છે. સરકારની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી રહેણાંક મકાન બનાવ્યા હતા. ગેરકાયદે મિલકતોને ભાડે આપી ભાડું વસુલ્યૂ હોવાનો પણ આરોપ છે.
રૂ.10 હજારના વ્યક્તિગત બોન્ડની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા
રૂ.10 હજારના વ્યક્તિગત બોન્ડની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે. તથા આરોપીએ દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. તેમજ પાસપોર્ટ જમા કરાવવો અથવા ન હોય તો એફિડેવિટ આપવુ પડશે. ગુજરાત બહાર જવા કે ભારત છોડવા કોર્ટની પરવાનગી લેવી પડશે. શરતોનો ભંગ થશે તો ટ્રાયલ કોર્ટને કાયદેસર પગલા લેવાની છૂટ રહેશે. અમદાવાદ ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદેસર દબાણોના કેસમાં સરકારની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી ભાડું વસુલતા આરોપીને હાઇકોર્ટની રાહત મળી છે. હાઇકોર્ટે આરોપી ફતેહ મોહમ્મદ ઉર્ફે લલ્લા બિહારીના શરતી જામીન મંજૂર કર્યા છે.
ગેરકાયદે બાંધકામ કરી રહેણાંક તથા વેપારી પ્રોપર્ટી ઉભી કરી
શહેરના DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીને જામીન મળ્યા છે. તેમજ આરોપીએ સરકારની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી રહેણાંક તથા વેપારી પ્રોપર્ટી ઉભી કરી હોવાનો આરોપ છે. આવી મિલકતોને ભાડે આપી ભાડું વસુલ્યુ હોવાનો પણ આરોપ છે. અરજદારને રૂ.10,000ની વ્યક્તિગત શ્યોરીટી સાથે એક જામીનદારની શરતે મુક્ત કરાયો છે.
જામીન આપતી વખતે કોર્ટે મૂકેલી શરતો
- સાક્ષીઓને ધમકી કે પ્રલોભન ન આપવું.
- દર મહિને એક વાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી (છ મહિના સુધી).
- સંપત્તિ અંગેનું સોગંદનામુ ફાઈલ કરવું
- પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અથવા ન હોવાની એફિડેવિટ આપવી.
- ગુજરાત બહાર જવા કે ભારત છોડવા કોર્ટની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.
- કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે, જો આ શરતોનો ભંગ થશે તો ટ્રાયલ કોર્ટને વોરંટ કાઢવાની કે કાયદેસર પગલા લેવાની સંપૂર્ણ છૂટ રહેશે.
આ પણ વાંચો: Bihar: તેજ પ્રતાપ યાદવના પોસ્ટરમાં લાલુ કે રાબડી નહીં... જુઓ કયા 5 લોકો


