Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બિસ્માર હાટકેશ્વર બ્રિજ AMC સત્તાધીશો-એન્જિનિયરની બેદરકારીનું પરિણામ : શહેઝાદખાન પઠાણ

હાટકેશ્વર બ્રિજને (Ahmedabad) લઈને વિપક્ષનાં AMC પર આકરા પ્રહાર 42 કરોડમાં તૈયાર થયેલ બ્રિજ હવે 90 કરોડમાં પડશે : વિપક્ષ 5 વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજ બિસ્માર થઈ ગયો : શહેઝાદખાન અમદાવાદનો (Ahmedabad) હાટકેશ્વર બ્રિજ તંત્રનાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો...
ahmedabad   બિસ્માર હાટકેશ્વર બ્રિજ amc સત્તાધીશો એન્જિનિયરની બેદરકારીનું પરિણામ   શહેઝાદખાન પઠાણ
Advertisement
  1. હાટકેશ્વર બ્રિજને (Ahmedabad) લઈને વિપક્ષનાં AMC પર આકરા પ્રહાર
  2. 42 કરોડમાં તૈયાર થયેલ બ્રિજ હવે 90 કરોડમાં પડશે : વિપક્ષ
  3. 5 વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજ બિસ્માર થઈ ગયો : શહેઝાદખાન

અમદાવાદનો (Ahmedabad) હાટકેશ્વર બ્રિજ તંત્રનાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતનું જીવંત ઉદાહરણ છે. હાટકેશ્વર બ્રિજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને લઈ હાઈકોર્ટે (Gujarat High Court) પણ રાજ્ય સરકાર અને કોર્પોરેશનની અનેકવાર ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે વિપક્ષ દ્વારા AMC પર હાટકેશ્વર બ્રિજને લઈ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને સાથે જ ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

આ પણ વાંચો - Surat : ડિંડોલીમાં 28 વર્ષીય યુવકે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું, કારણ ચોંકાવનારું!

Advertisement

42 કરોડમાં તૈયાર થયેલ બ્રિજ હવે 90 કરોડમાં પડશે : શહેઝાદખાન પઠાણ

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરનાં (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજને (Hatkeswar Bridge) લઈ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 42 કરોડમાં તૈયાર થયેલ બ્રિજ હવે પ્રજાને રૂ. 90 કરોડમાં પડશે. 5 વર્ષમાં જ હાટકેશ્વર બ્રિજ બિસ્માર થઈ ગયો. શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) આગળ કહ્યું કે, 100 વર્ષની ગેરન્ટીવાળો બ્રિજ બિસ્માર થયો છે અને આ AMC સત્તાધીશો અને એન્જિનિયરની બેદરકારી અને ભ્રષ્ટાચારનું પરિણામ છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

'અજય ઇન્ફ્રા લિ. દ્વારા 100 વર્ષ સુધી બ્રિજની ગેરંટી અપાઈ હતી'

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું કે, પ્રજાનાં ટેક્સનાં પૈસાનો ખોટો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. કારણ કે, 42 કરોડ રૂપિયામાં તૈયાર થયેલા બ્રિજ પાછળ AMC હવે વધુ રૂપિયા 90 કરોડ ખર્ચ કરશે. તેમણે કહ્યું કે, બ્રિજ નિર્માણ થયાના માત્ર 5 જ વર્ષમાં અનેક વખત ગાબડા પડ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતા. જ્યારે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા લિ. દ્વારા 100 વર્ષ સુધી બ્રિજની ગેરંટી આપવામાં આવી હતી. શહેઝાદખાને કહ્યું કે, AMC સત્તાધીશો અને એન્જિનિયર બેદરકારીનાં લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો - Surat : 4 વર્ષનાં માસૂમે હજી તો દુનિયા પણ નહોતી જોઈ અને તાવ બની ગયો "કાળ"!

Tags :
Advertisement

.

×