અમદાવાદ બ્લાસ્ટ કેસ : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની કાર્યવાહી પર કેમ લગાવી રોક?
- અમદાવાદ બ્લાસ્ટ કેસ: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની કાર્યવાહી પર લગાવી રોક
- 2008ના બોમ્બ બ્લાસ્ટ: 38 દોષિતોની ફાંસીની પુષ્ટિ પ્રક્રિયા અટકી
- સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટની સુનાવણી સ્થગિત
- સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની પ્રક્રિયા અટકાવી, 6 માસ પછી SCમાં થશે સુનાવણી
- અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: સુપ્રીમ કોર્ટના સ્ટે પછી ન્યાયની નવી રાહ
અમદાવાદ : અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસને લઈને ઓનલાઈન સુનાવણી કરવાની રજા આપી દીધી છે, તો બીજી તરફ કેસની અપીલને સ્ટે કરી દેવામાં આવી છે અને 6 અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી કરવામાં આવશે
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. વિશેષ કોર્ટ દ્વારા આરોપીઓને સજા સંભળાવતા તેઓ હાઈકોર્ટ ગયા હતા. હાઇકોર્ટમાં અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને ડે ટૂ ડે કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. હવે બન્યું છે એમ કે, આ આરોપીઓના વકીલોને બોમ્બે, દિલ્હી સહિતના વિવિધ શહેરોથી અમદાવાદ આવવું પડતું હતું. તેથી આ કેસના વકીલોને સરળતા રહે તે માટે હાઇકોર્ટમાં તેની વર્ચ્યૂલ સુનાવણી કરવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેનો વિરોધ કરીને કહેવામાં આવ્યું કે,આ ખુબ જ સંવેદનશીલ મામલો છે અને જો સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં થશે તો તેને કંટ્રોલ કરી શકાશે નહીં અને તેનો દૂરપયોગ પણ થઈ શકે છે. જે અનુલક્ષીને નામદાર હાઈકોર્ટે ઓનલાઈન સુનાવણી કરવાની અરજી રિજેક્ટ કરી હતી.
હાઈકોર્ટે ઓનલાઈન સુનાવણી ન કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતુ કે, જે વકીલ છે, તેમને તો વર્ચ્યૂલ મોડથી દલીલો કરવા દેવી જોઈએ, કેમ કે ન્યાય મેળવવાનો જે રસ્તો છે, તેના ઉપર સરળતા રીતે ચાલીને પારદર્શક રીતે હિયરિંગ થઈ શકે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને પલ્ટીને વર્ચ્યલ સુનાવણી માટે છૂટી આપી દેવામાં આવી છે. અરજીમાં વકીલોને સરળતા રહે અને ન્યાય માટે સરળ રસ્તો મળી રહે તે માટે ઓનલાઈન સુનાવણી કરવાની છૂટ આપવાનું કહેવામાં આવ્યું હતું. તો સુપ્રીમ કોર્ટે તેમની અરજીને ગ્રાહ્ય રાખી છે.
આ પણ વાંચો- PMAY(Urban) : વડાપ્રધાન અમદાવાદ ખાતે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે
આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી 38 દોષિતોની ફાંસીની સજાની પુષ્ટિની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જે 6 અઠવાડિયા પછી સુપ્રીમ સુનાવણી માટે આવશે. આમ છ અઠવાડિયા સુધી અમદાવાદ બ્લાસ્ટ કેસ અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરી શકાશે નહીં. 6 અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં મેટર આવ્યા પછી આગળની સુનાવણીમાં નામદાર કોર્ટ શું સૂચન આપે છે, તે પછી જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
જણાવી દઈએ કે, અમદાવાદ બ્લાસ્ટ કેસમાં વિશેષ કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી, જે ભારતના ઈતિહાસમાં એક જ કેસમાં સૌથી વધુ ફાંસીની સજાનો ચુકાદો ગણાય છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશથી આગળની કાર્યવાહી નવી સૂચના સુધી અટકી ગઈ છે.
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં 22 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટો શહેરના સિવિલ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, બસો, સાયકલો, કાર અને અન્ય સ્થળોએ થયા હતા. પોલીસે આ હુમલા માટે ઈન્ડિયન મુજાહિદ્દીન (IM), બેન કરાયેલી સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના એક જૂથને જવાબદાર ગણાવ્યું હતું. આ હુમલાને 2002ના ગોધરા કાંડ બાદના રમખાણોનો બદલો લેવાના હેતુથી આયોજિત હોવાનું તપાસમાં જણાયું હતું.
ફેબ્રુઆરી 2022માં અમદાવાદની વિશેષ કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા, જેમાંથી 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ ચુકાદામાં દરેક દોષિત પર ₹2.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે એક આરોપી પર ₹2.88 લાખનો દંડ લાદવામાં આવ્યો. વળી, મૃતકોના પરિવારોને ₹1 લાખ, ગંભીર રીતે ઘાયલોને ₹50,000 અને નાની ઈજાવાળાઓને ₹25,000નું વળતર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો.
ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી
વિશેષ કોર્ટના ચુકાદા બાદ, 38 દોષિતોમાંથી 30એ ગુજરાત હાઈકોર્ટમાં તેમની દોષિત ઠેરવણી અને ફાંસીની સજા સામે અપીલ કરી હતી. આ અપીલોમાં દલીલ કરવામાં આવી હતી કે પ્રોસિક્યુશનનો કેસ પરોક્ષ પુરાવાઓ પર આધારિત હતો, જે સ્વતંત્ર રીતે કે સંયુક્ત રીતે સાબિત થયા ન હતા. આ ઉપરાંત, કેટલાક આરોપીઓએ પોતાના કબૂલાતના નિવેદનો પાછા ખેંચ્યા હતા, અને એક સાથીના પુરાવાને પણ અવિશ્વસનીય ગણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી ઝડપથી ચલાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ કાર્યવાહી ઓનલાઈન ન હોવાને કારણે આરોપીઓના વકીલોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેના આધારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની સમગ્ર કાર્યવાહી પર રોક લગાવી દીધી.
આ પણ વાંચો-GARC : રાજ્યના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન-નાગરિકોને સીધો જ લાભ


