Vadodara : અમદાવાદની ઘટના બાદ તંત્ર સતર્ક, શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ
- અમદાવાદની શાળામાં હત્યાની ઘટના સામે આવી
- શિક્ષણ જગતમાં અરેરાટી ફેલાવે તેવો કિસ્સો
- વડોદરાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતીની રચના કરાશે
- આચાર્યથી લઇને જનરલ સેક્રેટરી સભ્ય બનશે
Vadodara : અમદાવાદની એક ખાનગી શાળામાં (Ahmedabad School Murder Case) બનેલી ઘટનાને પગલે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં (Vadodara City - District School) બાળકોની સલામતી માટે પગલાં લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO - Vadodara) દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના (Disciplinary Committee Formation In School - Vadodara) કરવા માટે આચાર્યો, શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા ઉક્ત સંદર્ભે શાળાઓને લખાયેલા પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવાયું છે.
વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના
પાંડેએ જણાવ્યું કે, દરેક પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના (Disciplinary Committee Formation In School - Vadodara) કરવામાં આવશે. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગના મોનિટર, જનરલ સેક્રેટરીને સભ્ય તરીકે રાખવામાં આવશે.
સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે
આ સમિતિ (Disciplinary Committee Formation In School - Vadodara) દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિશેષ સમય, રમતગમતના મેદાનમાં અને શાળામાં આવવાજવાના સમયે સલામતી જાળવવા નિરીક્ષણ કરશે. શિક્ષકની ગેરહાજરી હોય ત્યારે બાળકો વર્ગખંડમાં એકલા બેસી ના રહેતા તેમને સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં જોડવાના રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે.
સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી થશે
શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તે જોવાની જવાબદારી આચાર્ય અને શિક્ષકોની રહેશે (School Teachers And Principle). આ માટે સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી કરવાની રહેશે. બાળક શાળાએ આવે તે પૂર્વે તેમના વાલીઓ દ્વારા પણ સ્કૂલબેગની ચકાસણી કરવા માટે વાલીબેઠકમાં વાલીઓને સૂચના આપવાની રહેશે.
આ પણ વાંચો ---- Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા


