Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બિહારમાં NDAની ભવ્ય જીત બાદ ખાનપુર ભાજપ કાર્યાલયે ઉજવણીની ધમાલ

Ahmedabad : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA ગઠબંધને ઐતિહાસિક જીત મળતાં ગુજરાતમાં પણ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 243 બેઠકોમાંથી NDA 200થી વધુ બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે મહાગઠબંધનને માત્ર 40થી ઓછી બેઠકો મળી શકે છે. આ જીતથી નીતિશ કુમારની JD(U) 82 બેઠકો અને ભાજપ 91 બેઠકો તરફ આગળ વધી રહ્યા છે, જે ભાજપને બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત કરે છે. આ પરિણામોની ખુશીમાં અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે મોટી ઉજવણી યોજાઈ, જ્યાં ફટાકડા ફૂટતા અને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી મનાવવામાં આવી હતી.
ahmedabad   બિહારમાં ndaની ભવ્ય જીત બાદ ખાનપુર ભાજપ કાર્યાલયે ઉજવણીની ધમાલ
Advertisement
  • Ahmedabad માં ફટાકડા-મીઠાઈ વહેંચાઈ : બિહાર NDA જીતની ઉજવણી!
  • ખાનપુર ભાજપ કાર્યાલયે ગુંજ્યા ‘મોદી-નીતિશ જિંદાબાદ’ના નારા
  • જનતાએ વિકાસને મત આપ્યો : પ્રેરક શાહનું નિવેદન
  • મોદી-નીતીશની ભવ્ય જીત : અમદાવાદમાં ઉત્સાહની લહેર
  • વોટ ચોરીના આરોપ ખોટા : ચૂંટણી પંચની પ્રક્રિયા પારદર્શક

Ahmedabad : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA ગઠબંધને ઐતિહાસિક જીત મળતાં ગુજરાતમાં પણ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 243 બેઠકોમાંથી NDA 200થી વધુ બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે મહાગઠબંધનને માત્ર 40થી ઓછી બેઠકો મળી શકે છે. આ જીતથી નીતિશ કુમારની JD(U) 82 બેઠકો અને ભાજપ 91 બેઠકો તરફ આગળ વધી રહ્યા છે, જે ભાજપને બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત કરે છે. આ પરિણામોની ખુશીમાં અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે મોટી ઉજવણી યોજાઈ, જ્યાં ફટાકડા ફૂટતા અને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી મનાવવામાં આવી હતી.

Ahmedabad : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા

Advertisement

અમદાવાદ મહાનગર ભાજપના પ્રમુખ પ્રેરક શાહના નેતૃત્વ હેઠળ આ ઉજવણીમાં મેયર, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહ્યા. ખાનપુર કાર્યાલયની બહાર ઢોલ-નગારાના અવાજો અને 'મોદી-નીતિશ જિંદાબાદ'ના નારા ગુંજ્યા હતા. પ્રેરક શાહે કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું, "જનતાએ વિકાસને મત આપ્યો છે. આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને બિહારમાં વિકાસના માર્ગને મજબૂત કરનારી છે."

Advertisement

આ તકે ભાજપના નેતા અમિત ઠાકરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ મોદી-નીતિશની જીત છે. વિકાસ અને સ્થિરતાના માર્ગે બિહાર આગળ વધશે." તેઓએ વધુમાં તેમણે વોટ ચોરીના આરોપોને નકારતા કહ્યું કે, "વોટ ચોરીનો મુદ્દો ધ્યાન ભટકાવવા માટે હતો. SIR પ્રક્રિયા ચૂંટણી પંચ નિયમિત કરે છે, જેની અંડરમાં આ પારદર્શક ચૂંટણી થઈ છે." આ ઉજવણીથી અમદાવાદના કાર્યકર્તાઓમાં દેશભક્તિ અને વિકાસની ભાવના વધુ મજબૂત થઈ, જે ગુજરાત-બિહાર વચ્ચેના રાજકીય જોડાણને પ્રતિબિંબિત કરે છે.

આ જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે, ખાસ કરીને નીતિશ કુમારના બાર્ગેનિંગ પાવર અને મુખ્યમંત્રી પદ અંગે. તો બીજી તરફ ગુજરાતમાં આ ઉજવણીએ ભાજપના કાર્યકર્તાઓને આગામી ચૂંટણીઓ માટે પ્રોત્સાહિત કર્યા છે.

આ પણ વાંચો- Bihar Assembly Elections પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ નિવેદન

Tags :
Advertisement

.

×