Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા મામલો, શ્રી સિદ્ધી ગ્રુપની પ્રતિબદ્ધતા, ટેકનિકલ કારણોસર તોડફોડ - બાંધકામ ફરી શરૂ થશે!

Ahmedabad : ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને લઈને શ્રી સિદ્ધી ગ્રુપે પ્રેસ કોન્ફ્રન્સ યોજીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે, આ બાબતે સિદ્ધિ ગ્રુપે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, બાંધકામ ટેકનિકલ કારણોસર તોડવામાં આવ્યું હતું પરંતુ તેને લઈને માર્કેટમાં કેટલાક લોકોએ અફવાઓ ફેલાવી હતી, જેથી ગ્રાહકો અને રોકાણકારોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આ બાબતે હવે સિદ્ધિ ગ્રુપે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો છો
ahmedabad   ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા મામલો  શ્રી સિદ્ધી ગ્રુપની પ્રતિબદ્ધતા  ટેકનિકલ કારણોસર તોડફોડ   બાંધકામ ફરી શરૂ થશે
Advertisement
  • Ahmedabad : ગોદરેજ-સેલેસ્ટિયા મામલામાં ગ્રાહકોની મૂંઝવણ દૂર : શ્રી સિદ્ધીની પત્રકાર પરિષદમાં રિફંડ અને નવી શરૂઆતની જાહેરાત
  • સેલેસ્ટિયા કન્સ્ટ્રક્શનનું રોકાણ ટેકનિકલ ભૂલ : ગોદરેજ અને શ્રી સિદ્ધી ગ્રુપ આગામી સમયમાં બાંધકામ ફરી ચલાવશે
  • શ્રી સિદ્ધી ગ્રુપના આશ્વાસન, રિફંડ પ્રોસેસ ચાલુ અને બાંધકામ પુનઃશરૂ
  • ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટિયા મામલો : બાંધકામ તોડવા પાછળ માત્ર 'ટેકનિકલ કારણો'

Ahmedabad : અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં સેલેસ્ટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને લઈને ગ્રાહકોમાં રહેલી મૂંઝવણનો દૂર કરવામાં આવી છે. શ્રી સિદ્ધી ગ્રુપે આજે પત્રકાર પરિષદમાં પ્રોજેક્ટને લઈને તમામ રીતની સ્પષ્ટતા કરીને ગ્રાહકોની ચિંતા દૂર થઈ છે. ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધી ગ્રુપ આગામી થોડા જ સમયમાં બાંધકામ ફરી શરૂ કરશે. આ સાથે જ જે રોકાણકારોને પૈસા પરત લેવા હોય તેમના માટે રિફંડ પ્રોસેસ પણ ચાલુ હોવાની માહિતી આપવામાં આવી હતી.

ગ્રુપે પ્રેસ કોન્ફ્રન્સ કરીને કરી સ્પષ્ટતા

Advertisement

આજની પત્રકાર પરિષદમાં શ્રી સિદ્ધી ગ્રુપના ડિરેક્ટર્સે કહ્યું, "આગામી થોડા જ સમયમાં ફરી બાંધકામ શરૂ કરાશે. જે રોકાણકારને પૈસા પરત લેવા હોય તેમના માટે રિફંડ પ્રોસેસ ચાલુ છે." તેઓએ સ્પષ્ટ કર્યું કે, "ટેકનિકલ કારણોસર બાંધકામ તોડાયુ હતું, અન્ય કોઈ કારણ જવાબદાર નથી." ગ્રુપના પ્રતિનિધિએ ગ્રાહકોને મળેલા રોકાણની સુરક્ષા અને પ્રોજેક્ટને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. આ પ્રયાસથી ગ્રાહકોમાં કેટલીક આશા જાગી છે.

Advertisement

આ પણ વાંચો- બોટાદ APMCમાં કપાસના ‘કડદા’નો વિવાદ વધુ વકર્યો, 20 લોકોની અટકાયત, 3 પોલીસકર્મી ઘાયલ

શ્રી સિદ્ધી ગ્રુપ, જે 30 વર્ષથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં સક્રિય છે, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ પર ભાર મૂકે છે. તેઓએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં 25થી વધુ આધુનિક સુવિધાઓ જેવી કે ક્લબહાઉસ, સુપરમાર્કેટ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગ્રીન સ્પેસની વ્યવસ્થા કરવામાં આવશે.

શ્રી સિદ્ધી ગ્રુુપે અફવાઓ પર મૂક્યો પૂર્ણવિરામ

શ્રી સિદ્ધી ગ્રુપે પોતાના ગ્રાહકો માટે વચનબદ્ધ હોવાનું દેખાઈ રહ્યું છે. તેથી આગામી સમયમાં પ્રોજેક્ટને લઈને યુદ્ધના ધોરણે કામગીરી ચાલું કરવાની ખાતરી આપી છે. પત્રકાર પરિષદ કરીને પોતાના ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો છે કે, બાંધકામ તોડવા પાછળ માત્રને માત્ર ટેકનિકલ કારણો જ જવાબદાર હતા. તે પણ ભવિષ્યમાં પોતાના ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન આવે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઘણી વખત ટેકનિકલ મુશ્કેલીઓને નજર અંદાજ કરીને કરવામાં આવતું બાંધકામ પાછળથી અનેક મુશ્કેલીઓ ઉભી કરતું હોય છે. પરંતુ શ્રી સિદ્ધિ ગ્રુપ પોતાના રોકાણકારો અને ગ્રાહકોને અંધારામાં રાખ્યા વગર અજવાળામાં ચોખ્ખું કામ કરવા માટે જાણીતું છે. તેથી તેમને મોકળા મને પત્રકાર પ્રેસ કોન્ફ્રન્સ કરીને પ્રોજેક્ટને લઈને માર્કેટમાં ઉભી થયેલી તમામ અફવાઓ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. આ સાથે જ પોતાના ગ્રાહકો માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- Vadodara : સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી લાપતા યુવકોને શોધી કાઢતી પોલીસ

Tags :
Advertisement

.

×