Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Chandola Demolition : ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું, 15 થી વધુ JCB સ્થળ પર હાજર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર-મસ્જિદ તોડવાનું શરૂ થયુ છે અત્યાર સુધીમાં 6 ધાર્મિક સ્થળો તોડાયા
ahmedabad chandola demolition   ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું  15 થી વધુ jcb સ્થળ પર હાજર
Advertisement
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર-મસ્જિદ તોડવાનું શરૂ થયુ
  • રહીશો ડિમોલેશન મામલે સંમત થતા આજે તોડી પાડવામાં આવ્યુ
  • ત્રણ જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું છે

 Ahmedabad Chandola Demolition : અમદાવાદના ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર-મસ્જિદ તોડવાનું શરૂ થયુ છે. અત્યાર સુધીમાં 6 ધાર્મિક સ્થળો તોડાયા છે. અમદાવાદ ચંડોળા ડિમોલેશન મામલે ચંડોળા ખાતે આવેલ ગેરકાયદે ધાર્મિક સ્થળ માટે રહીશો ડિમોલેશન મામલે સંમત થતા આજે તોડી પાડવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત છે.

15 થી વધુ JCB થી બાંધકામ દૂર કરાશે

15 થી વધુ JCB થી બાંધકામ દૂર કરાશે. તથા JCP શરદ સિંઘલ , અજિત રાજયાણ , સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર હાજર રહ્યા છે. ત્રણ જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું છે. જેમાં કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણા નજીક ઉભી કરાયેલ ધાર્મિક સ્થળ તોડી પડાયા છે. પોલીસ બંદોબસ્ત સાથે AMC ની ટીમો સ્થળ ઉપર પહોંચી છે. અગાઉ ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના-મોટા મળી 12000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા.

Advertisement

અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા

અમદાવાદના ચંડોળામાં AMCએ તમામ ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે અને હવે કાટમાળ હટાવવાની કામગીરી પણ કરાઈ છે. 85 હજારથી વધુ રહેણાંક-કોમર્શિયલ દબાણો ઉપરાંત 24થી વધુ ધાર્મિક સ્થળોને દૂર કરાયા છે. કુલ 10.92 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે અને પ્રથમ તબક્કામાં 4 હજાર બાંધકામ દૂર કર્યા હતા અને બીજા તબક્કામાં 8 હજાર જેટલા બાંધકામ દૂર કરાયા છે.ડિમોલિશનની કામગીરી બાદ ચંડોળા તળાવને ઊંડુ કરવામાં આવશે. વરસાદના પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન દ્વારા તળાવને ઊંડુ કરવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં જે ડિમોલિશન થયું છે તેના કાટમાળને હટાવાઈ રહ્યો છે. 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાઈ રહ્યો છે. રોજનો બે હજાર ટનથી વધુ કાટમાળ હટાવાઈ રહ્યો છે. ચંડોળામાંથી નીકળેલી માટીનો ગ્યાસપુર ખાતેના વનીકરણ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાશે. આ ઉપરાંત તળાવની આસપાસ હવે આગામી દિવસોમાં રેલિંગ નાખવાની કામગીરી શરૂ કરાશે.

Advertisement

ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે

ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચો: Elon musk spacex : એલોન મસ્કનું સ્પેસએક્સ સ્ટારશીપ લોન્ચ સફળ રહ્યું, પરંતુ પૃથ્વી પર પાછા ફરતા પહેલા ક્રેશ

Tags :
Advertisement

.

×