Ahmedabad City Police એ બે ફરાર કેદી અને અપહરણ કેસના આરોપીને પકડ્યો, હથિયારોનો સોદો કરવા આવેલો અપરાધી ફરાર કેદી નીકળ્યો
અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) તાજેતરમાં કરેલી કામગીરી ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ નરોડા જીઆઈડીસીમાંથી અપહરણ કરાયેલી સગીરાના કેસમાં પોલીસ કૉન્સ્ટેબલની ચતુરાઈના કારણે બે વર્ષ બાદ સફળતા મળી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) ની બે જુદીજુદી ટીમોએ દસ વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આજીવન કેદ પામેલા ગુનેગાર તેમજ બે વર્ષથી સજાના ફરાર આરોપીને પિસ્તૉલ અને 45 જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો છે. એક જ દિવસમાં સજા પામેલા બે ફરાર કેદી અને સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલવાની ઘટના નોંધપાત્ર બની છે.
હથિયારનો સોદો કરવા ફરાર કેદી Ahmedabad City માં આવ્યો અને...
ક્રાઈમ બ્રાંચ અમદાવાદના પીઆઈ એમ.એલ.સાળૂંકે (PI M L Salunke) ની ટીમને બાતમી મળી હતી કે, એક શખસ હથિયારોનો સોદા કરવા પાલડી બસ સ્ટેન્ડ ખાતે ઉભો છે. આ માહિતીના આધારે કિરીટકુમાર પ્રભુદાસ પટેલ (ઉ.53 રહે. ઉમેદપુરા, તા.ઈડર, સાબરકાંઠા)ને ઝડપી લેવાયો હતો. કિરીટ પાસેથી એક પિસ્તૉલ, 45 જીવતા કારતૂસ, બે મેગેઝિન, 10 હજાર રોકડા અને મોબાઈલ ફોન મળી આવતા મુદ્દામાલ કબજે લેવાયો હતો. કિરીટ પટેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 85 લાખ રૂપિયાના ચેક રિર્ટન કેસમાં તેને બે વર્ષની સજા પડી હતી. ગુજરાત હાઈકૉર્ટ (Gujarat High Court) ખાતેથી જુલાઈ-2022માં 15 દિવસના વચગાળાના જામીન મેળવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. વડોદરા ખાતે ડૉરમેટ્રીમાં રહેતો કિરીટ પટેલ આર્યુવેદીક દવાઓ વેચીને ખર્ચ કાઢતો હતો. વૉટસએપ ગ્રુપમાં મધ્યપ્રદેશના એક શખસના પરિચયમાં આવ્યા બાદ કિરીટ પટેલે એક વર્ષના ગાળામાં બે પિસ્તૉલ, 4 મેગેઝિન અને 69 કારતૂસ ખરીદ્યા હતા. Ahmedabad City માં હથિયારનો સોદો કરવા એક પિસ્તૉલ, બે મેગેઝિન અને 45 કારતૂસ લઈને આવેલા કિરીટ પટેલે અન્ય પિસ્તૉલ તથા કારતૂસ વડોદરા ખાતે છુપાવ્યા હોવાનું
સગીરા અપહરણ કેસનો ભેદ કૉન્સ્ટેબલની ચતુરાઈએ ઉકેલ્યો
ઑક્ટોબર-2023માં નરોડા જીઆઈડીસી ખાતેથી સગીરા ગુમ થતાં નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) માં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સગીરાનું અપહરણ રોહિત શનાજી ઠાકોરે (રહે. રણાસણ, તા.દહેગામ, ગાંધીનગર) કર્યું હોવાની જાણકારી પોલીસને મળી હતી, પરંતુ રોહિત મળ્યો ન હતો. તાજેતરમાં ગુમ થયેલા બાળક/સગીરને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. નરોડા પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ પરેશકુમાર રાજુભાઈ (PC Pareshkumar Rajubhai) એ રોહિતને શોધી કાઢવા એક તરકીબ લગાવી અને તે કામ પણ કરી ગઈ. પો.કૉ. પરેશકુમારે ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો ફોર્મ ભરવું પડશે અને ઘરના સભ્યોની માહિતી આપવી પડશે તેમ કહીને શનાજીના ભાઈ પાસેથી રોહિતનો ફોન નંબર મેળવી લીધો હતો. મોબાઈલ નંબર આવતા તેનું લૉકેશન ચેક કરતા મહેસાણા જિલ્લાના શોભાસણ ગામ નેનો સીરામીક કંપનીની માહિતી મળતા Naroda Police Team પહોંચી ગઈ હતી. અપહ્યુત સગીરા અને આરોપી રોહિત રાઠોડ/ઠાકોર મળી આવતા રોહિતની ધરપકડ કરી સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી હતી.
10 વર્ષથી પેરૉલ જમ્પનો કેદી Ahmedabad City માંથી પકડાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ.જે.જાડેજા (PI S J Jadeja) ની ટીમે 10 વર્ષથી પેરૉલ જમ્પ કરીને નાસતા ફરતા આજીવન કેદના અપરાધી મહંમદહારૂન શેખ (ઉ.55)ને Ahmedabad City માંથી ઝડપી પાડ્યો છે. શાહપુર નાગોરીવાડમાં રહેતા હારૂન શેખે વર્ષ 1995માં આણંદ શહેરમાં લૂંટ વીથ મર્ડરનો ગુનો આચર્યો હતો. 1997માં ટ્રાયલ ચાલી જતાં તેને આજીવન કેદની સજા (Life Imprisonment) પડી હતી અને વર્ષ 2002માં તેણે નડીયાદ જેલથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરાવી હતી. મે-2015માં પેરોલ મેળવીને હારૂન ફરાર થઈ ગયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી હારૂન રાજસ્થાનના શિરોહી જિલ્લાના પીંડવાડા ખાતે રહેતો અને ટ્રક ડ્રાઈવીંગ કરતો હતો. એકાદ વર્ષ અગાઉ હારૂન શેખ 1.300 કિલો ગાંજાના કેસમાં રાજસ્થાન પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો - બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો


