અમદાવાદમાં ગુનેગારોને કાબૂમાં રાખવા પોલીસ ટીમોએ Operation Clean Sweep યોજ્યું, શહેરમાં સફાઈ અભિયાનની શરૂઆત
Operation Clean Sweep : રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ (Economic Capital Ahmedabad) એકાદ કરોડની વસ્તી ધરાવે છે. સ્વાભાવિક રીતે વસ્તીની દ્રષ્ટીએ શહેરમાં ગુનાખોરી પણ એટલી જ રહેવાની. અમદાવાદ શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે અગાઉ પણ અનેક પ્રયોગ થઈ ચૂક્યાં છે. ગુનેગારોમાં ડર હશે તો જ ગુનાખોરી નિયંત્રણમાં રહેશે. અમદાવાદ શહેર પોલીસના ડીસીપી ઝૉન 7 શિવમ વર્મા (Shivam Verma DCP) એ નવરાત્રી અને ત્યારબાદ આવનારા તહેવારોમાં ગુનાખોરી અને ગુનેગારો બંને કાબૂમાં રહે તે માટે સ્પેશિયલ કૉમ્બિગ નાઈટ ગોઠવી ફરાર અપરાધીઓ પૈકીના 64 શખ્સો સહિત 74 લોકો સામે ધરપકડ સહિતની પોલીસ કાર્યવાહી કરી છે. 12 કલાક ચાલેલા Operation Clean Sweep માં કયા-કયા મુખ્ય મુદ્દાઓ પર પોલીસે ધ્યાન કેન્દ્રીત કર્યું ? વાંચો આ અહેવાલમાં...
Operation Clean Sweep માં 225 અધિકારી/કર્મચારીઓ જોડાયા
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ઝૉન 7 તાબામાં કુલ 8 પોલીસ સ્ટેશન આવે છે. આ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કર્મચારીઓ તેમજ ડીસીપી ઝૉન-7 સ્કવૉડ Operation Clean Sweep માં જોડાયો હતો. 225 અધિકારીઓ અને કર્મચારીઓની કુલ 29 ટીમ બનાવીને શુક્રવાર રાતના 8 વાગ્યાથી લઈને શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારો ખૂંદી વળ્યા હતા.
Operation Clean Sweep માં કેવાં-કેવાં અપરાધીઓ મળ્યા ?
અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ઑપરેશન ક્લીન સ્વીપના નામથી વિશેષ કૉમ્બિગ નાઈટ (Special Police Night Combing) નું આયોજન કરાયું હતું. જેમાં ચોક્ક્સ સ્થળો પર પોલીસે અડધી રાતે દરોડા પાડી મહિનાઓથી પોલીસ ચોપડે ફરાર હોય તેવા અપરાધીઓની ધરપકડ કરી હતી. હત્યાનો પ્રયાસ, ઘરફોડ, રાયોટિંગ, મારામારી, ચોરી, જુગાર, પ્રોહિબિશન અને આઈટી એક્ટના ગુનામાં ફરાર હોય તેવા 52 ગુનાના 64 આરોપીને પકડવામાં આવ્યા છે. પકડાયેલા 64 ગુનેગારોમાં અદાલતે કાઢેલા બીન જામીનપાત્ર વૉરંટ (Non Bailable Warrant) નીકળ્યા હોય તેવા 6 ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.
મુખ્ય લક્ષ્ય ફરાર અપરાધીઓને પકડવાનું : ડીસીપી Shivam Verma
Gujarat First સાથેની વાતચીતમાં ડીસીપી ડૉન 7 શિવમ વર્માએ કહ્યું હતું કે, અમારો મુખ્ય ધ્યેય ફરાર આરોપીઓને પકડવાનો હતો. Operation Clean Sweep માટે બે સપ્તાહથી તૈયારીઓ ચાલી રહી હતી. જેમાં વૉન્ટેડ અપરાધીઓની યાદીમાંથી કેટલાંક આરોપીઓને શોર્ટ લિસ્ટ કરાયા અને તેમને ઝડપી લેવા લૉકેશન પણ નક્કી કરાયા હતા. ઠોસ આયોજન સાથે કૉમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. નક્કી કરાયેલી બાબતો પર જ કામ કરવામાં આવ્યું. પ્રોહિબિશનના કેસોમાં પકડાઈ ચૂકેલાં બે તડીપાર અપરાધીઓ ઈબ્રાહિમ ઉર્ફે બટકો અને સરફરાજ ઉર્ફ પલપલ જુહાપુરા વિસ્તારમાંથી મળી આવ્યા. ઑપરેશનમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના 8 કેસ અને તિક્ષણ હથિયાર રાખનારા શખ્સો સામે બે કેસ કરવામાં આવ્યાં છે.


