Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં?
- અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનો વીડિયો વાયરલ
- સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો!
- હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા જૂના મંદિરને હટાવવાનો છે મુદ્દો
Ahmedabad Civil Hospital: એશિયાની સૌથી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અંધશ્રદ્ધાની જાળમાં? જેમાં અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા જૂના મંદિરને હટાવવાનો મુદ્દો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યાં છે કે શું રાકેશ જોશી મંદિર હટાવવાના મુદ્દે ભૂવાના શરણે પહોંચ્યા હતા.
મંદિર હટાવવા માતાજીની રજા લેવા ભૂવા પાસે ગયા હોવાની ચર્ચા
મંદિર હટાવવા માતાજીની રજા લેવા ભૂવા પાસે ગયા હોવાની ચર્ચા છે. અંગ્રેજોના સમય પૂર્વેથી માતાજીનું મંદિર આવેલું છે. ત્યારે સવાલ એ છે કે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ પોતે જ ભૂવાના શરણે આખરે કેમ પહોંચ્યા હશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂના ખોડીયાર માતાના મંદિરને ખસેડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સિવિલના સુપ્રિટેડન્ટ રાકેશ જોષી સવારે 9 વાગ્યે માતાજીની રજા લેવા માટે પહોંચ્યા હતા જેમાં માતાજી દ્વારા મંદિર હટાવવાની મંજૂરી આપવામાં આવી નથી.
અધિકારીઓ પોતાની વાહવાહી કરાવવા માટે ક્યારેક ના કરવાના કામો પણ કરતા હોય છે
અધિકારીઓ પોતાની વાહવાહી કરાવવા માટે ક્યારેક ના કરવાના કામો પણ કરતા હોય છે. તેવી રીતે જ પોતાને મહાન બનાવવાની ઘેલછામાં સિવિલ સુપ્રિટેડન્ટ મંદિર ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. અંગ્રેજો કે જુના અધિકારીઓ પણ મંદિર ખસેડી શક્યા નથી તે મંદિર હાલના સુપ્રિટેડન્ટ ખસેડવા માંગે છે. સિવિલ હોસ્પિટલ બની તે પહેલા જ આ મંદિર બન્યું હતું અને તેને ખસેડીને વાહવાહી મેળવવાની ઘેલછામાં ના કરવાની પ્રવૃતિ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લેતા દર્દી પાસે પહોંચી એક ભૂવાનો વિધિ કરતો વીડિયો વાયરલ થયો હતો. તે બાદ સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા હતા.
આ પણ વાંચો: BJP Leader: સ્મશાનમાં કારની અંદર પરિણીત મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા પકડાયા ભાજપ નેતા