Ahmedaba: મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહની ગુંડાગર્દી,કાર્યકર્તાને ઢોર માર મારતા નોંધાઇ ફરિયાદ
- શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદમાં
- મહિલા પ્રમુખ ઝીલ શાહ સહિત ઇસમોની ગુંડાગર્દી સામે આવી
- કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યો હોવાની કરાઇ પોલીસમાં અરજી
અમદાવાદમાં કોંગ્રેસ મહિલા પ્રમુખની દાદાગીરી અને મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મહિલા પ્રમુખ ઝીલ શાહ સહિતના ઇસમોએ કોંગ્રેસના કાર્યકર્તાને ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલીને મારપીટ કરવાની ફરિયાદ દરિયાપુર પોલીસ મથકે નોંધાઇ છે.
અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ વિવાદમાં
ઝીલ શાહ સહિતના ઈસમોએ કરી ગુંડાગર્દી
કોંગ્રેસ કાર્યકર્તાને ઢોર માર્યાની થઈ પોલીસ ફરિયાદ
ઝીલ શાહ સહિતના ઇસમોએ ઘરમાં ઘૂસીને કરી દાદાગીરી
ભોગ બનનાર ફરિયાદી સાગર ડબગરના ગંભીર આક્ષેપ
ફરિયાદી સાગરના માતા ઉષાબહેનને પણ પહોંચી ઇજાઓ
ઝીલ શાહ, મિતેષ… pic.twitter.com/JMyhxOd2JP— Gujarat First (@GujaratFirst) August 4, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા કોંગ્રેસના કાર્યકર્તા સાગર ડબગરે કોંગ્રેસના નવા શહેર પ્રમુખ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેને લઇને અમદાવાદ શહેર પ્રમુખ ઝીલ શાહ તેમના સાથી મિત્રો મિતેષ આચાર્ય , રઉફ શેખ સાથે સાગરના ઘરે પહોંચીને સાગરને ઢોર માર માર્યો હતો અને તેની માતા ઉષાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી
નોંધનીય છે કે કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝીલ શાહે નવા નિમાયેલા અમદાવાદના શહેર પ્રમુખ સોનલ બેન અંગે સાગરે કરેલી સોશિયલ મીડિયાની પોસ્ટ પસંદ ન આવતા તેમણે સાગરને ઘરમાં ઘૂસીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે પોલીસ મથકે સાગર ડબગરે દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ લઇને સઘન તપાસ હાથ ધરી છે. કોંગ્રેસ આ શહેર મહિલા પ્રમુખ ઝીલ શાહ સામે પગલા કાર્યવાહી કરશે કે કેમ તે અંગે હાલ અમદાવાદ શહેરમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો- Gandhinagar : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન


