તાંત્રિકના મોતના ચક્રવ્યૂહમાંથી પોલીસે આ રીતે ઉદ્યોગપતિને હેમખેમ બચાવ્યો
- કુખ્યાત ભુવો નરસિંહ ચાવડા પોલીસના સકંજામાં
- વિધિ દ્વારા એકના 4 ગણા કરી આપવાની લાલચ આપી
- એક પરિવારે આ ભુવાના કારણે સામૂહિક આત્મહત્યા કરી
Ahmedabad Crime News : તાજેતરમાં અમદાવાદમાં આવેલા સાંણદ તાલુકમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં એક તાંત્રિક દ્વારા એક ઉદ્યાગપતિ સાથે છેતરપિંડી કરીને તેને મોતને હવાલે કર્યો હતો. તો જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, તે બાદ ખળભળાટ મચી ગયો છે. તો પોલીસે આ ઘટનામાં વધુ એક સિદ્ધિ મેળવી છે. તે અંતર્ગત સરખેડ પોલીસે આરોપીને તાંત્રિકને પકડી પાડ્યો છે. હાલમાં, તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
વિધિ દ્વારા એકના 4 ગણા કરી આપવાની લાલચ આપી
મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એકના 4 ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે સનાથલ પાસે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.
આ પણ વાંચો: Surat માં નકલી તબીબોએ આશરે રુ. 8.50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું
એક પરિવારે આ ભુવાના કારણે સામૂહિક આત્મહત્યા કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ભુવો વઠવાણ પાસે આવેલા એક માતાજીના મઢમાં રહેતો હતો. ત્યારે તેના આ માતાજીના મઠની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો અગાઉ સુરેન્દ્રનગરનો એક પરિવાર આ જ ભુવાની તાંત્રિક વિધીનો ભોગ બન્યાં બાદ પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી. સરખેજ પોલીસે વઢવાણમાં ભુવાના ઘરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત આ ભુવો ક્રાઈમ પેટ્રોલ જેવા ગુનાહિત ટીવી શો જોવાનો વધુ રસ ધરાવે છે. ત્યારે એવું કહીં શકાય કે આ ભુવા આ પ્રકારના શોમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ શીખતો હતો. હવે, એ જોવાનું એ રહ્યું કે, આગળ પોલીસ તપાસમાં આ ભુવા સાથે જોડાયેલા કેસમાં કેટલા ઘટસ્ફોટ થાય છે.
આ પણ વાંચો: ધાકધમકી આપીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સગીરાનો દેહ ચૂંથ્યો