Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Crime : નશાનો આવો કારોબાર તમે ક્યારેય નહીં જોયો હોય, હાઈ પ્રોફાઈલ ફ્લેટમાં જોવા મળ્યું ગાંજાનું વાવેતર

સરખેજના ઓર્ચિડ લેગસી ના D2 ફલેટના 1501 અને 1502 ના ફલેટમાંથી 100 કુંડા અત્યાધુનિક ટેકનોલોજીથી કરાયેલ ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સરખેજ પોલીસને સફળતા મળી છે. સરખેજ પોલીસ વહેલી સવાર 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી જેમાં રેડની કાર્યવાહી 20 કલાક...
Advertisement

સરખેજના ઓર્ચિડ લેગસી ના D2 ફલેટના 1501 અને 1502 ના ફલેટમાંથી 100 કુંડા અત્યાધુનિક ટેકનોલોજીથી કરાયેલ ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સરખેજ પોલીસને સફળતા મળી છે. સરખેજ પોલીસ વહેલી સવાર 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી જેમાં રેડની કાર્યવાહી 20 કલાક સુધી ચાલી હતી. રવિ મુસરકા, વિરેન મોદી, રતિકા પ્રસાદ નામના ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ₹35,000 ના ભાડે અલગ અલગ બે ફ્લેટ રાખી અને આરોપીઓએ ગાંજાનું વાવેતર કર્યું હતું. હાઈ પ્રોફાઈલ ફ્લેટમાં ગાંજાનું વાવેતર પકડાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

Advertisement

હાઇડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. આ વાવેતરમાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું જેથી જલ્દી ઉત્પાદન થતું હોવાની વિગતો મળી છે 100 કુંડામાં ગાંજો ઉગાડવામાં આવ્યો હતો અને સાયન્ટિફિક રીતે તેનું ઉત્તમ ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સરખેજના હાઈ પ્રોફાઈલ બે ફ્લેટો ભાડે રાખી અને આ વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ફ્લેટનું ભાડું ₹35,000 જેટલું આરોપીઓ ચૂકવતા હતા એટલે બે ફ્લેટના 70 હજાર રૂપિયા મત મોટું ભાડું ચૂકવી અને ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Advertisement

ગાંજાના વાવેતર માટે અત્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન પણ આરોપીઓએ કર્યું હતું. 100 કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા. ગાંજાનું બિયારણ ક્યાથી લાવ્યા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે ગાંજાનું વેચાણ કરવા માટે ઉગાડયું હતું અને દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરુ કર્યું હતું તેવી માહિતી સામે આવી છે.

ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા જેથી સ્થાનિક લોકોને શંકા ગઈ હતી અને સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાજાનું વાવેતર મળી આવ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું છે. જેમાં બે યુવક અને એક યુવતી ની સરખેજ પોલીસે અટકાયત કરી છે. જો કે મુખ્ય આરોપી ફરાર છે તે મૂળ રાંચી ઝારખંડનો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલો એક આરોપી રવિ મુસરકા CA હોવાનું પણ સામે આવ્યું છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો : Jamnagar : વાક યુદ્ધનો અંત…!, MLA રિવાબાએ MP પૂનમ માડમનો હાથ પકડી કારમાંથી રિસીવ કર્યા

Tags :
Advertisement

.

×