કાનપુરમાં અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર પથ્થરમારો, RPFએ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી
અમદાવાદ- Darbhanga ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો
ઉશ્કેરાયેલા મુસાફરોએ ટ્રેન પર કર્યો પથ્થરમારો
RPFએ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી
તહેવારોની સિઝનમાં મુસાફરોની વધેલી ભીડ વચ્ચે અમદાવાદથી દરભંગા જઈ રહેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (Festival Special Train) પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કેટલાક ઉશ્કેરાયેલા મુસાફરો દ્વારા કરવામાં આવેલા આ પથ્થરમારામાં ટ્રેનના એન્જિનના વિન્ડશિલ્ડ (કાચ) ને નુકસાન પહોંચ્યું છે.પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન બાહ્ય સિગ્નલ પર ઊભી હતી. કોઈક કારણોસર કેટલાક મુસાફરો ઉશ્કેરાયા અને તેમણે ટ્રેનના એન્જિન પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
અમદાવાદ- Darbhanga ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારો
નોંધનીય છે કે એન્જિનના વિન્ડશિલ્ડને નુકસાન થતાં જ ટ્રેનના પાઇલટ અને કો-પાઇલટે તાત્કાલિક સુરક્ષા માટે એન્જિનનો ગેટ બંધ કરી દીધો હતો અને કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ કરી હતી.કંટ્રોલ રૂમમાંથી માહિતી મળ્યા બાદ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ- Darbhanga ટ્રેન પર પથ્થરમારાની ઘટના મામલે ફરિયાદ
સ્ટેશન માસ્ટર ભીમસેન દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. RPF પોસ્ટ પોલીસે ફરિયાદના આધારે અડધા ડઝનથી વધુ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જણાવ્યું છે કે આરોપીઓની ઓળખ કરવાના અને આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ટૂંક સમયમાં ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તહેવારો દરમિયાન ટ્રેનોમાં થતી ગેરવર્તણૂકની આ ગંભીર ઘટના છે.
આ પણ વાંચો: કર્મભૂમિ એક્સપ્રેસમાં મોટો અકસ્માત, મુંબઈથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફોના મોત


