ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2, અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે

અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત
08:49 AM May 20, 2025 IST | SANJAY
અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત
Ahmedabad, Demolition, Chandola Lake Gujarat today, Ahmedabad Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Demolition Chandola Lake : અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ થયુ છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાશે. અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત છે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે.

બીજા ફેઝમાં અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લીયર કરાશે

બીજા ફેઝમાં અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લીયર કરાશે. થોડા દિવસ પહેલા અંદાજે 5 હજાર મકાનો તોડી પડાયા છે. 2010 પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે. તથા AMC દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરાઇ છે. આવાસ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે. ચંડોળા તળાવમાંથી 207 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. તથા અમદાવાદમાંથી કુલ 250 જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. 2 JCP, 6 DCP, સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે. ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

કાર્યવાહીમાં 4 હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

8,000 ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા

ડિમોલિશનના પ્રથમ તબક્કા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો જેમાં 8,000 ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા અને તેમને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આજે મંગળવારથી 3 દિવસ માટે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પૂર્વે 29-30 એપ્રિલના રોજ ડિમોલિશનના પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં 4 હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 20 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
Ahmedabadahmedabad gujarat newsChandola Lake Gujarat todayDemolitionGujarat FirstGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article