ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ભદ્રકાળી માતાજીને ભક્ત પરિવારે 1 કિલોથી વધુ વજનનો સોનાનો મુગટ કર્યો અર્પણ

Ahmedabad ના ચૌહાણ પરિવારે ભદ્રકાળી માતાજીને1 કિલોથી વધુ વજનનો સોનાનો મુગટ ભક્તિભાવપૂર્વક અર્પણ કર્યો છે. આ ભવ્ય મુગટ તૈયાર કરવામાં કારીગરોને અંદાજિત બે મહિના લાગ્યા હતા. છેલ્લા ૨૫ વર્ષોથી માતાજીના દર્શને આવતા આ પરિવારના ત્રણ ભાઈઓ સહિતના તમામ સભ્યોએ સાથે મળીને આ પવિત્ર અર્પણ વિધિ સંપન્ન કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
01:13 PM Nov 30, 2025 IST | Mahesh OD
Ahmedabad ના ચૌહાણ પરિવારે ભદ્રકાળી માતાજીને1 કિલોથી વધુ વજનનો સોનાનો મુગટ ભક્તિભાવપૂર્વક અર્પણ કર્યો છે. આ ભવ્ય મુગટ તૈયાર કરવામાં કારીગરોને અંદાજિત બે મહિના લાગ્યા હતા. છેલ્લા ૨૫ વર્ષોથી માતાજીના દર્શને આવતા આ પરિવારના ત્રણ ભાઈઓ સહિતના તમામ સભ્યોએ સાથે મળીને આ પવિત્ર અર્પણ વિધિ સંપન્ન કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
Ahmedabad_
Ahmedabad:શહેરમાં ભદ્રકાળી માતાજીના મંદિરે શ્રદ્ધા અને ભક્તિનો એક અદ્ભુત પ્રસંગ જોવા મળ્યો છે. અમદાવાદના એક ભક્ત પરિવારે માતાજીને 1 કિલોથી પણ વધુ વજનનો શુદ્ધ સોનાનો મુગટ અર્પણ કરીને પોતાની અતૂટ આસ્થા(Faith) વ્યક્ત કરી છે. આ પવિત્ર અર્પણ વિધિના પગલે મંદિરમાં ભાવિક ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો.

મળતી માહિતી મુજબ ભદ્રકાળી માતાજી(Bhadrakali Mataji) ને આ કિંમતી મુગટ અર્પણ કરનાર પરિવાર ચૌહાણ પરિવાર છે. આ પરિવારે લાંબા સમયની આસ્થા અને ભક્તિભાવના ભાગરૂપે આ ભવ્ય ભેટ આપવાનું નક્કી કર્યું હતું. અંદાજે 1 કિલોથી વધુ વજન ધરાવતો આ સોનાનો મુગટ અત્યંત સુંદર કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

ભક્તિ અને સમયનું સમર્પણ

આ ભવ્ય મુગટને તૈયાર કરવામાં પણ ઘણો સમય અને કારીગરીનું સમર્પણ લાગ્યું છે. ચૌહાણ પરિવારે જણાવ્યું કે આ સોનાનો મુગટ તૈયાર કરવા માટે કારીગરોને અંદાજિત બે મહિના જેટલો સમય લાગ્યો હતો. મુગટની ઝીણી અને નકશીદાર કારીગરી માતાજીની દિવ્ય પ્રતિમાને વધુ ભવ્યતા પ્રદાન કરે છે. મુગટ અર્પણ વિધિ માટે ચૌહાણ પરિવારના ત્રણ ભાઈઓનો સમગ્ર પરિવાર મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યો હતો. પરિવારના વડીલોથી લઈને બાળકો સુધીના સભ્યોએ એકસાથે માતાજીના આશીર્વાદ લીધા હતા અને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા.

25 વર્ષની અતૂટ આસ્થા

ચૌહાણ પરિવારની માતાજી પ્રત્યેની શ્રદ્ધા આજની નથી, પરંતુ છેલ્લા 25 વર્ષોથી તેઓ ભદ્રકાળી માતાજીના નિયમિત દર્શન માટે આવે છે. છેલ્લા અઢી દાયકાથી પરિવારની દરેક ખુશી અને સંકટના સમયે તેમણે માતાજી પર વિશ્વાસ રાખ્યો છે. આ સોનાનો મુગટ અર્પણ કરવો એ તેમના ૨૫ વર્ષના ભક્તિમય બંધન અને માતાજીની કૃપા પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાનો એક માધ્યમ છે.

આ પણ વાંચોઃ Rajkot: કિન્નરોના વિવાદે લીધું ગંભીર સ્વરૂપ, 6 કિન્નરોનો સામૂહિક આપઘાત પ્રયાસ મામલે બે સામે FIR

Tags :
AhmedabadBhadrakali Matajicrowndevotee familyGujaratFirstoffering gold
Next Article